
જો આપણે કોર્ટ મેરેજની વાત કરીએ તો આ લગ્ન કોઈ પણ પ્રકારના ટ્રેડિશનલ ફંક્શન વગર કોર્ટમાં રજિસ્ટ્રારની સામે થાય છે. જે લગ્ન થવાના હોય તો રજિસ્ટ્રારને અરજી સબમિટ કરવામાં આવે છે.

જેમાં 30 દિવસનો નોટિસ પિરિયડ આપવામા આવે છે. તમામ કોર્ટ મેરેજ સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ કરવામાં આવે છે. આ કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા જાતિનાં પુખ્ત છોકરા અને છોકરી વચ્ચે અથવા વિદેશી તમેજ ભારતીય લોકો વચ્ચે થઈ શકે છે.

રજિસ્ટર્ડ લગ્ન એક સામાન્ય લગ્ન હોય છે. ત્યારબાદ કાયદાકીય રુપથી રજિસ્ટર્ડ કરવામાં આવે છે. આ લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ, મુસ્લિમ લગ્ન અધિનિયમ અથવા અન્ય સ્થાનિક કાયદાઓ હેઠળ થઈ શકે છે.લગ્ન પછી, લગ્ન પ્રમાણપત્ર માટે રજિસ્ટ્રાર ઑફિસમાં નોંધણી કરવામાં આવે છે.

રજિસ્ટર્ડ લગ્ન કોઈપણ ધાર્મિક સ્થળ (મંદિર, મસ્જિદ, ચર્ચ, વગેરે) પર થઈ શકે છે, અને રજિસ્ટ્રેશન પછીથી રજિસ્ટ્રારને સબમિટ કરવામાં આવે છે. રજિસ્ટર્ડ લગ્નમાં પણ 2 સાક્ષીની જરુર હોય છે.

હવે આપણે કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ બંન્ને વચ્ચેના અંતરની વાત કરીએ તો,કોર્ટ મેરેજ એક કાનૂની પ્રક્રિયા છે જેમાં લગ્નનું કોઈ ધાર્મિક મહત્વ હોતું નથી જ્યારે રજિસ્ટર્ડ મેરેજ એક પરંપરાગત લગ્ન છે જે પછીથી નોંધાય છે.

બંને માન્ય છે, પરંતુ કોર્ટ મેરેજને કાયદેસર રીતે વધુ સાદા અને સરળ ગણવામાં આવે છે. રજિસ્ટર્ડ મેરેજ ધાર્મિક અને પરંપરાગત લગ્નનું એક સ્વરૂપ છે, જ્યારે કોર્ટ મેરેજ સંપૂર્ણપણે કાયદેસરના ધોરણે થાય છે.બંને લગ્નનો હેતુ એક જ છે કાયદેસર રીતે બે વ્યક્તિઓને પતિ અને પત્ની તરીકે સ્વીકારવા.

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
Published On - 8:10 am, Fri, 4 April 25