કાનુની સવાલ : કોર્ટ મેરેજ માટેના કાયદા અને નિયમો શું છે? ચાલો વિસ્તારથી જાણીએ

|

Apr 02, 2025 | 7:30 AM

કોર્ટ મેરેજ કોઈપણ કરી શકે છે, પરંતુ આ માટે ઘણા નિયમો અને શરતો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.તો આજે આપણે કાનુની સવાલની સિરીઝમાં કોર્ટ મેરેજના કાયદા વિશે વિસ્તારથી વાત કરીશું.

1 / 9
લગ્ન દરમિયાન લાખો રુપિયાનો ખર્ચ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે કોર્ટ મેરેજને વધારે સપોર્ટ કરી રહ્યા છે. કોર્ટ મેરેજે કોઈ પણ ખર્ચા વગર એક કલાકમાં સરળતાથી પૂર્ણ થઈ જાય છે. આજે આપણે કોર્ટ મેરેજ અંગે કેટલાક નિયમો વિશે વાત કરીશું.

2 / 9
કોર્ટ મેરેજ ભારતીય કાનૂન હેઠળ એક માન્ય લગ્ન છે. જે કોઈપણ ધર્મ અથવા સમુદાયની વ્યક્તિઓ લગ્ન કરી શકે છે.

3 / 9
જ્યારે બે વ્યકિતઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી લગ્ન કરવા માંગે છે. ત્યારે  કોર્ટ મેરેજ કરે છે. આ લગ્ન કોર્ટમાં રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. તેમાં કોઈ ધાર્મિક કે પરંપારિક રિતિ -રિવાજ હોતા નથી.

4 / 9
કોર્ટ મેરેજ માટે મહિલાની ઉંમર અંદાજે 18 વર્ષ અને પુરુષ માટે અંદાજે 21 વર્ષની ઉંમર હોવી જરુરી છે.  તેમજ આ કોર્ટ મેરેજ માટે બંન્ને પક્ષોની સ્વતંત્ર ઈચ્છા હોવી જરુરી છે. કોઈના દબાવમાં આવી કોર્ટ મેરેજ કરવા એ ગુનો છે. તેમજ બંન્ને વચ્ચે લોહીના સંબંધો હોવા જોઈએ નહી.

5 / 9
કોર્ટ મેરેજ માટે બંને પક્ષો પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન માટે અરજી કરે છે. અરજી દાખલ કર્યા પછી, કોર્ટ બંને પક્ષોને ચોક્કસ સમયની અંદર બોલાવે છે.અરજીમાં બંને પક્ષોની વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, ઉંમર, સરનામું, વગેરે), તેમની વૈવાહિક સ્થિતિ (અપરિણીત, છૂટાછેડા લીધેલી, અથવા વિધવા/વિધુર)

6 / 9
કોર્ટ મેરેજ માટે અરજી દાખલ કર્યા પછી, કોર્ટ બંને પક્ષોના નામ અને સરનામાં જાહેર કરે છે અને નોટિસ જાહેર કરે છે. જાહેરાત કરવામાં આવે છે કે જો કોઈ આ લગ્ન સામે કોઈ વાજબી વાંધો રજૂ કરવા માંગે છે, તો તે કોર્ટમાં આવી શકે છે.

7 / 9
જો કોઈ આ લગ્ન માટે વાંધો ઉઠાવતા નથી તો આગળની પ્રકિયા ચાલુ કરવામાં આવે છે. 30 દિવસના સમયગાળા પછી લગ્ન નોંધણી પ્રક્રિયા કોર્ટમાં થાય છે.બંને પક્ષો કોર્ટમાં હાજર થાય છે અને લગ્ન સમારોહ અધિકારીની હાજરીમાં થાય છે.બે સાક્ષીઓની હાજરી જરૂરી છે, અને તેઓ લગ્ન નોંધણી પર સહી કરે છે.લગ્ન પછી, કોર્ટ લગ્નનું પ્રમાણપત્ર જાહેર કરે છે, જે લગ્નની માન્યતાનો પુરાવો છે. આ પ્રમાણપત્ર બંને પક્ષોને આપવામાં આવે છે, અને તેનો ઉપયોગ કોઈપણ કાનૂની દસ્તાવેજમાં થઈ શકે છે.

8 / 9
કોર્ટ મેરેજ હેઠળ થતા લગ્ન સંપૂર્ણપણે કાયદેસર રીતે માન્ય છે અને સમાજ અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે.જો એક પક્ષ પહેલાથી જ છૂટાછેડા લીધેલો હોય, તો છૂટાછેડાનું પ્રમાણપત્ર જરૂરી છે.

9 / 9
 અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

Next Photo Gallery