લોન ગેરેન્ટર બનવાની જવાબદારી એક સિગ્નેચર નથી પરંતુ મોટી જવાબદારી અને જોખમ છે. જો ઉધાર લેનાર લોન ચૂકવે નહીં, તો તમારી મિલકત જપ્ત થઈ શકે છે, તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે અને તમને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ગેરેન્ટર બનતા પહેલા, તમામ કાનૂની દસ્તાવેજો સમજો અને સંપૂર્ણ તપાસ કરો.
લોન ચુકવી નહી શકે તો ગેરેન્ટર માટે મુશ્કેલી પડી શકે છે.એટલા માટે જો તમે તમારે મિત્ર તમને કહે કે, એક સિગ્નેચર કર કાંઈ નહી થશે.તો સાવધાન રહેજો. લોન ગેરેન્ટર બનવું માત્ર મદદ નહી પરંતુ એક મોટી આર્થિક જોખમ અને જવાબદારી પણ છે.
ગેરેન્ટર બનવાનો આ નિર્ણય એક ભાવાનાત્મક હોય શકે છે, પરંતુ તેને સંભવિત ખતરાઓને સમજવો પણ જરુરી છે. બાકી એક તમારી નાનકડી સિગ્નેચર તમારી જિંદગીમાં મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. તો ચાલો જાણીએ કે, જો લોન લેનાર ડિફોલ્ટર બની જાય તો ગેરેન્ટરને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો લોન લેનાર વ્યક્તિ લોન ચૂકવી શકતો નથી. તો બેન્ક સીધી ગેરેન્ટર પાસે વસુલ કરી શકે છે. ઘણી વખત બેંકો ઉધાર લેનારને કોઈ નોટિસ આપ્યા વગર ગેરેંટર પાસેથી પૈસાની માંગ કરી શકે છે. તમારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવી શકે છે, તમારું બેંક એકાઉન્ટ અને મિલકત જપ્ત કરવામાં આવી શકે છે. એટલે કે મામલો માત્ર આર્થિક જ નહીં પણ કાયદાકીય પણ હોઈ શકે છે.
જો ઉધાર લેનાર લોનના હપ્તાઓ ચૂકવતો નથી, તો તે તમારા ક્રેડિટ સ્કોરને પણ અસર કરી શકે છે. આનાથી ભવિષ્યમાં તમારા માટે લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે. બેંકો ઉંચા વ્યાજ દરે લોન આપશે અથવા સીધો ઇનકાર કરી શકે છે.
જો લોન ચૂકવવામાં મોડું થાય કે ચૂકવવામાં ન આવે, તો માત્ર મૂળ રકમ જ નહીં પરંતુ વ્યાજ, લેટ ફી, પેનલ્ટી અને પ્રોસેસિંગ ફી પણ તમારી પાસેથી વસૂલ કરી શકાય છે. જો લોનની રકમ મોટી છે, તો આ લોન તમારા માટે આજીવન બોજ બની શકે છે.
જો કોર્ટનો આ નિર્ણય તમારા વિરુદ્ધ આવે છે તો બેન્ક તમારી પ્રોપર્ટી, બેક એકાઉન્ટ, ગાડી કે સોનું પણ જપ્ત કરી શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.
એક વખત ગેરેન્ટર બન્યા બાદ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.જ્યાં સુધી ઉધાર લેનાર બીજા ગેરેંટર લાવે અથવા પૂરતી સંપત્તિ ગીરવે ન આપે ત્યાં સુધી તમે બંધાયેલા રહેશો. ઘણી વખત બેંકો બાંયધરી આપનારને દૂર કરવાની સ્પષ્ટ ના પાડી દે છે.
જો કોઈ માટે તમે ગેરેન્ટર બનવાનો વિચાર કરી રહ્યા છો. તો સૌથી પહેલા આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરો. તમામ કાયદાકીય દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો અને નાણાકીય નિષ્ણાતની સલાહ લો. જો તમને થોડી પણ શંકા હોય અથવા તમારી પોતાની આર્થિક સ્થિતિ સ્થિર ન હોય, તો ગેરેંટર બનવાની ના પાડવી સારી વાત રહેશે. (ALL PHOTO : canva)