Gujarati News Photo gallery Kheda: A unique celebration of Holi in Palana village, tradition has been running on the burning embers of Holi for years, see photos
Kheda: પલાણા ગામે હોળી પર્વની અનોખી ઉજવણી, વર્ષોથી હોળીના સળગતા અંગારા ઉપર ચાલવાની રહી છે પરંપરા, જુઓ ફોટા
રાત્રે નવ વાગે ફરીથી ગ્રામજનો હોળીની જગ્યાએ એકઠાં થાય છે. ત્યારબાદ મોટા અંગારા ઉપર હસતા-રમતાં યુવાનો-યુવતીઓ ચાલે છે. આ દશ્ય જોઇને ભલાભલાના હાંજા ગગડી જાય છે. સળગતા અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા સમગ્ર ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
1 / 6
આ હોળી પર્વ નિમિતે પલાણા ગામના ટાવર પાસે થતી સાર્વજનિક હોળી દહનનું આયોજન કરવામાં આવે છે. પલાણામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ગામના યુવાનોએ જાળવી રાખી છે. હોળી દહન બાદ મોડી રાત્રે પડેલા અંગારામાં યુવાધન ચાલ્યા કરે છે.
2 / 6
પલાણા ગામમાં હોળી દહન થયા બાદ પડેલા અંગારા પરથી ગામના યુવકો યુવતીઓ ચાલે છે.આ જોવા માટે ખેડા જિલ્લા સહિત અન્ય ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટી પડે છે. આ હોળીના અંગારામાં આસ્થાભેર યુવાધન ચાલવા છતાં તેઓને કંઇ પણ થતું નથી.
3 / 6
શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે કે વિજ્ઞાન પણ મોમાં આંગળા નાંખી દે છે. ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે
4 / 6
છેલ્લા ઘણાં વર્ષથી ચાલી આવતી આ પરંપરામાં અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી. હોળીએ પાંચ હજારથી વધુ ભકતો અંગારા પરચાલે છે.ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંનો રહીશો છેલ્લા કેટલાક સમયથી લંડન-અમેરિકા તથા આફ્રિકા ખાતે સ્થાયી થયેલ છે.
5 / 6
ભુદેવ દ્વારા શાસ્ત્રોકત પૂજન વિધિ બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. સૌ ગ્રામજનો હોળી પ્રદિક્ષિણા કર્યા બાદ ઘરે જાય છે. જ્યારે યુવાનો આ હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ તેના અંગારા લોખંડના તાર વડે પાથરે છે. રાત્રે નવ વાગે ફરીથી ગ્રામજનો હોળીની જગ્યાએ એકઠાં થાય છે. ત્યારબાદ મોટા અંગારા ઉપર હસતા-રમતાં યુવાનો-યુવતીઓ ચાલે છે. આ દશ્ય જોઇને ભલાભલાના હાંજા ગગડી જાય છે. સળગતા અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા સમગ્ર ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
6 / 6
હોળીના પર્વને લઇને સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જ્યા મોટા ચગડોળ, ટોરાટોરા સહિત અન્ય ખાણીપીણીની લારીવાળાઓ હોય છે. જેથી હોળીના અંગારા પર ચાલતા યુવાનોને જોવાની સાથે મેળાનો પણ લાભ લે છે. અંગારા પર ચાલવાની આ પ્રથા ગામના પટેલો દ્વારા પ્રારંભ કરાઈ હતી. ૩૫ થી 40 ફુટ જેટલી ગોળાઇમાં હોળીના અંગારા ઉપર ગ્રામજનો ચાલે છે. ગ્રામજનો આ અંગારાને હોળીના દેવતા કહે છે. ગ્રામ્યજનોમાં દેવતા પર ચાલવાનો એક અદભૂત લાહવો ગણાય છે. અંગારા પર ચાલતા કોઇ પણ વ્યક્તિને અત્યાર સુધીમાં કંઇપણ નુકશાન કે ઇજા થઇ નથી જે ઘણુંજ આશ્વયકારક ગણી શકાય. ( Photos By- Tauseef Malik, Edited By- Omprakash Sharma)