15 ઓગસ્ટ,1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે. ભારત સહિત સાઉથ કોરિયા, નોર્થ કોરિયા, બહરિન અને લિકટેંસ્ટીન જેવા દેશ પણ 15 ઓગસ્ટના દિવસે આઝાદ થયા હતા.
આપણા પડોશી દેશ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લીલો અને સફેદ રંગ છે. તેમા તારા અને ચંદ્ર પણ છે. પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને 'પરચમ-એ સિતારા ઓ-હિલાલ' કહેવામાં આવે છે.
ફાંસના રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગો છે. તેને પણ ત્રિરંગો કહેવામાં આવે છે. તેને ટ્રાઈકલર તરીકે વધારે ઓળખવામાં આવે છે.
બ્રિટેનના રાષ્ટ્રધ્વજને 2 નામથી ઓળખવામાં આવે છે. એક યૂનિયન જૈક અને બીજુ યૂનિયન ફલેગ.
અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ઘણા નામોથી ઓળખાય છે. સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઈપ્સ, સ્ટાર સ્પૈંગલ્ડ બેનર અને ઓલ્ડ ગ્લોરી. સૌથી વધારે તેને ઓલ્ડ ગ્લોરી તરીકે ઓળખવામાં આવે છે.
રશિયાના રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગો છે. રશિયાના રાષ્ટ્રધ્વજને ત્યાંના લોકો ટ્રાઈકોલોર કહે છે.