Aliens એકબીજા સાથે કેવી રીતે કરતા હશે વાત? શું આપણે પણ કરી શકીએ તેમની સાથે વાત!

|

Jul 13, 2022 | 8:29 PM

એલિયન્સએ (Aliens) દુનિયા માટે એક રોમાંચિત વિષય છે. સૌ કોઈ એ જાણવા માંગે છે કે ખરેખર તે હોય છે? તેઓ વાત કઈ રીતે કરતા હશે? શું આપણે પણ તેમની સાથે વાત કરી શકીએ? ચાલો જાણીએ તેના વિશે.

1 / 5
ઘણા દેશોના વૈજ્ઞાનિકો પૃથ્વીની જેમ અન્ય ગ્રહો પર જીવનની શક્યતાઓ વિશે સંશોધન કરી રહ્યા છે. એલિયન્સનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. ઘણા વર્ષોથી એલિયન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સફળતા મળી નથી. હાલમાં સંશોધકોએ એક એવું ગાણિતિક મોડેલ તૈયાર કર્યું છે, જેની મદદથી એ વિશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એલિયન્સે ક્વોન્ટમ ફિઝિક્સની મદદથી એકબીજા સાથે વાતચીત કરી હશે.

2 / 5
સંશોધકોએ એવી શક્યતા દાખવી છે કે એલિયન્સે ક્વોન્ટમ ફિઝિક્સની મદદથી અવકાશમાં વાતચીત કરી હશે. તેના દ્વારા એલિયન્સનો સંપર્ક કરી શકાય છે. પૃથ્વી પરના વૈજ્ઞાનિકો ક્વોન્ટમ કોમ્યુનિકેશન પર સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે તેમાં એવી ગુણવત્તા છે કે તે સામાન્ય કોમ્યુનિકેશન સિસ્ટમ કરતાં વધુ ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

3 / 5
રિપોર્ટ અનુસાર, ક્વોન્ટમ નેટવર્ક નાજુક અને સંવેદનશીલ હોય છે, પરંતુ આવા નેટવર્ક અંતરિક્ષમાં અવરોધ વિના કામ કરી શકે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સંશોધકો અર્જુન બેરેરા અને જેમે કાલ્ડેરોન ફિગ્યુરોઆએ સંભવિત અસંગતતાની તપાસ કરવા માટે અવકાશમાં એક્સ-રેની ઝડપની ગણતરી કરી. વૈજ્ઞાનિકોના આ સંશોધન અભ્યાસને ફિઝિકલ રિવ્યુ ડીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

4 / 5
સંશોધકોના મતે, જો પ્રકાશના કણો એટલે કે ફોટોનનો ઉપયોગ ક્વોન્ટમ કણો તરીકે કરવામાં આવે તો તે હજારો પ્રકાશ-વર્ષ દૂર પ્રસારિત થઈ શકે છે. આમાં કોઈ અડચણ નહીં આવે. અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ પણ તેને અસર કરી શકશે નહીં. સંશોધનોએ એવી શક્યતા ઊભી કરી છે કે એલિયન્સ એકબીજા સાથે વાત કરવા માટે ક્વોન્ટમ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે.

5 / 5
સંશોધકો ના મતે, ક્વોન્ટમ સિગ્નલને ડીકોડ કરવા માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પણ જરૂરી રહેશે. આ કોઈ જાદુ નથી. સૂચનાઓ હજુ પણ પ્રકાશની ઝડપ (29,97,92,458 m/s) કરતા વધુ ઝડપથી મુસાફરી કરી શકતી નથી. તેથી માહિતીના પ્રસારણને તેના ગંતવ્ય સુધી પહોંચવામાં ઘણા વર્ષો લાગી શકે છે. જો કે, આવી બાબતો હજુ અટકળો છે, પરંતુ ખગોળશાસ્ત્રીઓને આના દ્વારા એલિયન્સના અસ્તિત્વની કડીઓ મળશે.

Next Photo Gallery