
તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપને બંધ કરી દો, ઘણી વખત આપડા ફોનમાં બેકગ્રાઉન્ડમાં અમુક એપ્સ ચાલુ રહી જાય છે જે ડેટા અને બેટરી ઝડપથી ઉતારી દે છે આથી તેને બંધ કરવાથી ફોનની બેટરી ઝડપથી નહીં ઉતરે.

જો જરૂરી ન હોય તો મોબાઈલ ડેટા ઓન ન રાખો. ઘણા લોકો આખે આખો દિવસ મોબાઈલ ડેટા ઓન રાખે છે તેના કારણે પણ બેટરી ઝડપથી ઉતરી જાય છે ત્યારે ડેટાની જરુર ના હોય તો ડેટા ઓફ કરી દો.

આ સિવાય લોકેશનનું પણ ઓપ્શન દરેક ફોનમાં છે તેને પણ બંધ કરી શકો છો તે પણ તમારા ફોનની બેટરીનો વધારે વપરાશ કરે છે આથી તેને બંધ કરવાથી બેટરી ઝડપથી નહીંં ઉતરે.

આ સિવાય ફોનનો ઉપયોગ ન કરતી વખતે સ્ક્રીનની બ્રાઈટનેસ ઓછી રાખો, વધારે બ્રાઈટનેસ પણ ઝડપથી બેટરી ઉતારી દે છે

ફોનમાં હાજર એપ્સ અને સોફ્ટવેરને અપડેટ કરતા રહો કારણ કે એપ અને સોફ્ટવેર અપડેટ નહીં હોય તો તે ફોનમાં ડેટા અને બેટરી બન્નેનો વધારે વપરાશ કરશે

જો Wi-Fi નેટવર્ક ઉપલબ્ધ હોય, તો મોબાઇલ ડેટાને બદલે તેનો ઉપયોગ કરી શકો છો તે પણ બેટરી ઝડપથી નહીં ઉતરવા દે.