
કહેવાય રહ્યું છે કે પેયગમ્બર મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી એક સમુદાયના સભ્યોએ બળજબરીથી દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યા પછી આ વિસ્તારોમાં અથડામણ થઈ હતી.

પોલીસ અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું કે કાનપુરની આ હિંસામાં સામેલ લોકો વિરુધ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તે તમામની સંપતિઓ જપ્ત અથવા ધ્વસ્ત કરવામાં આવશે.