જો તમે પણ ટામેટા ખાવાના શોખીન છો તો તમારે તેને બજારમાંથી લાવવાની જરૂર નથી. તમે અહીં આપવામાં આવેલી પદ્ધતિ દ્વારા ઘરે જ ટામેટા ઉગાડી શકો છો. દાળ અને શાક બનાવવા દરેક ઘરમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે બજારમાંથી ટામેટાના બીજ ખરીદી શકો છો અથવા ઘરે જ બીજ બનાવીને ટામેટાના છોડ તૈયાર કરી શકો છો. સૌથી પહેલા જમીન તૈયાર કરવી મહત્વપૂર્ણ છે. પહેલા માટીને સાફ કરો અને તડકામાં સૂકવો. સાથે જ તેમાં ખાતર અને ગાયનું છાણ મિક્સ કરો. ટામેટાને ગોળ કાપીને માટીમાં દાટી દો.
બીજમાંથી છોડ બનાવવા માટે કાગળના નાના કપનો ઉપયોગ કરી શકો છો. તમે તેને પાણી આપતા રહો. નાના છોડ 8 થી 10 દિવસમાં વધવા લાગશે. ત્યારબાદ ટામેટા ઉગાડવા માટે તૈયાર કરેલા છોડને એક મોટા વાસણમાં મૂકો અને જરૂર મુજબ માટી ભરો. નાના છોડને વાસણમાં વાવીને તેને સમય પ્રમાણે પાણી આપતા રહો.
છોડ પર ફૂલો આવે ત્યારે ખાતર અને ગાયના છાણને મિક્ષ કરીને તેને માટીમાં ભેળવી દો. આ છોડ ત્રણથી ચાર મહિના બાદ ફળ આપવાનું શરૂ કરશે.
ટામેટા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમારે ઋતુ મૂજબ છોડની કાળજી લેવી જોઈએ અને આ સાથ જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ.