
હોર્મોનમાં બદલાવ તમારા સ્લીપ સાઈકલને અસર કરી શકે છે અને ઊંઘમાં ખલેલ પડવાથી જોખમ વધી શકે છે.સ્ત્રીઓને માસિક ચક્ર, ગર્ભાવસ્થા, સ્તનપાન, પેરામેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોનો સામનો કરવો પડે છે.મેનોપોઝના સમયે જે હોર્મોનલ બદલાવ થાય છે, તે ખાસ ઊંઘ પ્રભાવિત કરે છે.

મેન્ટલ હેલથ અને ઊંઘને ગાઢ સંબંધ છે. ખરાબ ઊંઘ તમારી મેન્ટલ હેલ્થ પર અસર કરી શકે છે. જો તમને ડિપ્રેશન છે તો તમારી ઊંઘ પર આની અસર પડવાની સંભાવના છે.સ્ત્રીઓમાં ડિપ્રેશન અને એન્જાયટીના કિસ્સાઓ પુરૂષો કરતા બમણા વધારે છે. આ બંને સ્થિતિઓને કારણે વ્યક્તિ યોગ્ય રીતે સૂઈ શકતી નથી. સ્લીપ ફાઉન્ડેશન અનુસાર, ડિપ્રેશનની તમારી ઊંઘ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

પછી ભલે હોર્મોન, મેન્ટલ હેલ્થ કે અન્ય બીજા કોઈ કારણો જવાબદાર હોય છે.એક વાત સ્પષ્ટ છે કે, મહિલાઓમાં સ્લીપ ડિસઓર્ડર વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે આ રિસ્ક પણ વધે છે. કેટલાક સ્લીપ ડિસઓર્ડરના રિસ્ક મહિલાઓમાં પુરુષોની તુલનામાં વધારે હોય છે.

દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે છે, તેથી તમે ગમે તે જેન્ડરના હોવ, તમારે જાણવું જોઈએ કે તમારા માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે. જો તમને સંપૂર્ણ ઊંઘ આવે છે તો તમારું એનર્જી લેવલ સારું રહે છે અને તમે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જો ઊંઘ પુરી ન થાય તો થાક લાગે છે તેમજ કામ પર ફોકસ રહેતું નથી.

તો ચાલો જાણીએ કે, સારી ઊંઘ માટે શું કરવું જોઈએ. તો આલ્કોહોલ અને કેફીન પદાર્થથી દુર રહવું, સુતી વખતે મોબાઈલ ફોન પાસે ન રાખો. દરરોજ કસરત , યોગ કે પછી મેડિટેશન કરો, બપોરના સમયે પાવર નેપ લો.જો આ બધા ઉપાયો કર્યા પછી પણ તમને સારી ઊંઘ નથી આવતી અથવા તમે હંમેશા થાક અનુભવો છો તો તમારા ચિકિત્સક અથવા નિષ્ણાતની સલાહ લો. સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે, તેથી તેને અવગણશો નહીં.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)