આજે 21 માર્ચને શુક્રવારે સોનોના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 200 રુપિયાનો વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 90,800 રૂપિયાની નજીક પહોંચી ગયો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 83,200ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
21 માર્ચ, 2025ના રોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 83,260 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 90,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 83,110 રૂપિયા અને 24 કેરેટ સોનું 90,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં મામૂલી વધઘટ જોવા મળી હતી.
ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 90,720 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 83,160 રુપિયા પર પહોંચી ગયો છે.
20 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,02,900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
સોનાના ભાવમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોમાં ડૉલરની મજબૂતાઈ અને અમેરિકી અર્થવ્યવસ્થાને લગતા નવા ડેટાના કારણે સોનાની માંગમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા રહે છે, જેના કારણે રોકાણકારો અન્ય સંપત્તિઓ તરફ વળ્યા છે.
આ સિવાય અપેક્ષિત યુએસ બેરોજગારી અને પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) ડેટા કરતાં વધુ સારી હોવાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. નિષ્ણાતો માને છે કે જો વ્યાજદર સ્થિર રહેશે અથવા વધશે તો સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળે ભાવમાં આ ઘટાડો રોકાણકારો માટે નવા રોકાણની સારી તક બની શકે છે.