છેલ્લા નાણાકીય વર્ષમાં પતંજલિ આયુર્વેદની કુલ આવક 23.15 ટકા વધીને રૂ. 9,335.32 કરોડ થઈ છે. આમાં પતંજલિ ફૂડ્સ (અગાઉ રુચિ સોયા)ની ઓફર ફોર સેલ (OFS) અને જૂથના અન્ય એકમોની આવકનો સમાવેશ થાય છે, એમ તેણે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને ફાઇલિંગમાં જણાવ્યું હતું. પતંજલિ આયુર્વેદની અન્ય આવક નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 2,875.29 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 46.18 કરોડ હતી. જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ દ્વારા 1 જુલાઈ, 2022ના રોજ પતંજલિ ફૂડ્સમાં તેના ફૂડ બિઝનેસને ટ્રાન્સફર કરવાને કારણે આવકને અસર થઈ હતી. પતંજલિના ફૂડ બિઝનેસમાં બિસ્કિટ, ઘી, અનાજ અને ન્યુટ્રાસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે.