63 વર્ષની ઉંમર હોવા છતાં નિર્મલા સીતારમણે બજેટ સેશનમાં 90 મિનિટ સુધી ઉભા રહીને વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું.
ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે યુવાઓ હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયબિટીસ જેવી બિમારીના શિકાર બને છે. જ્યારે 63 વર્ષની ઉંમરમાં પણ સતત ઉભા રહીને નિર્મલા સીતારમણ સ્પીચ આપી શકે છે તેની પાછળનું કારણ તેમની ફિટનેસને કારણે જ છે.
બજેટ રજૂ કરતા સમેય નિર્મલા સીતારમણે ભારતીયોને હેલ્ધી લાઈફસ્ટાઈલનો સંદેશો પણ આપ્યો છે. તેમણે ભારતીયોને પોતાની ડાયટમાં મિલેટેસ સામેલ કરવાની સલાહ પણ આપી હતી.
હેલ્ધી રહેવા માટે તમે નાણાં મંત્રી નિર્મલા સીતારમણની લાઈફ સ્ટાઈલ અપનાવી શકો છો.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણની જેમ તમે તાજા ફળ-શાકભાજી, નટસ અને કોકોનટ તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. સારી રીતે કસરત કરો અને પોતાના ખાવાના સમયનું શેડયૂલ બનાવીને રાખો.