
"ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહક પાસેથી મહત્તમ રૂ. 23 વસૂલવામાં આવી શકે છે. આ 1 મે, 2025થી લાગુ થશે," ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું હતું. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ સૂચનાઓ, મ્યુટાટિસ મ્યુટેન્ડિસ, કેશ રિસાયકલર મશીનો પર કરવામાં આવતા વ્યવહારો પર પણ લાગુ થશે.

તમને જણાવી દઈએ કે બેંકોને એટીએમના ઉપયોગ પર ઘણા ખર્ચો ઉઠાવવા પડે છે, જે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. જ્યારે તમે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે તમારી બેંક તે અન્ય બેંકને ઉપયોગમાં લેવાતી સેવા માટે ચૂકવે છે.

ધારો કે, તમે SBI ગ્રાહક છો અને તમે PNB ATMમાંથી પૈસા ઉપાડી લીધા છે. આવી સ્થિતિમાં SBI PNBને તેની સેવા માટે ચૂકવણી કરશે. લિમિટ ફ્રી થયા પછી, SBI દરેક ટ્રાન્ઝેક્શન પર તમારી પાસેથી ફી વસૂલશે. આ ATM ઇન્ટરચેન્જ ફી તરીકે ઓળખાય છે.

ત્યારે આ બાદ એક્સપર્ટ અક્ષત શ્રીવાસ્તવે ટ્વીટ કરીને આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે ડાયરેક્ટ ટેક્સ 30% છે, ઈનડાયરેક્ટ ટેક્સ 18% છે અને ATM ટેક્સ 19 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે. જો તમે વિદેશમાં નાણાં મોકલો છો, તો બેંકો FX પર 1-1.5% ચાર્જ કરશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ઝડપથી અર્થહીન અર્થતંત્ર બની રહ્યું છે.