રસ્તા પર કોઈપણ સ્થળ સુધીનું અંતર જણાવવા માટે માઈલસ્ટોનનો ઉપયોગ થતો આવ્યો છે. જોકે હવે માઈલસ્ટોનની જગ્યા એ સાઈન બોર્ડનો ઉપયોગ થાય છે. તેમ છતા ભારતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં માઈલસ્ટોન લાગ્યા હોય છે, ચાલો જાણીએ આ માઈલસ્ટોન વિશેની રસપ્રદ વાતો.
પીળા રંગનો માઈલસ્ટોન નેશનલ હાઈવેનો સંકેત આપે છે. આ હાઈવેના સમારકામ અને દેખરેખ કેન્દ્ર સરકાર હેઠળની સંસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરે છે.
લીલા રંગનો માઈલસ્ટોન રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવતા હાઈવેનો સંકેત આપે છે.
કાળા-સફેદ અને વાદળી રંગના માઈલસ્ટોન પર રસ્તા પર જોવા મળે છે. આ રંગો સંકેત આપે છે કે રસ્તો સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ છે. તેનું સમારકામ અને દેખરેખ કરવાની જવાબદારી નગરપાલિકાની છે.
માઈલસ્ટોનનો ઈતિહાસ 17મી સદી પહેલાનો છે. રોમમાં પહેલીવાર માઈલસ્ટોન રજૂ થયા હતા. આ માઈલસ્ટોન 1000 ડગલાના અંતરે મુકવામાં આવ્યા હતા.