
જો પાણીની વાત કરવામાં આવે તો એક લીટર શુદ્ધ પાણી એ એક કિલોગ્રામ બરાબર જ હોય છે. એક લીટર દુધ ખરીદો છો, તો દુધનો વેપારી તમને એક કિલો 30 ગ્રામ દુધ આપે છે.

જો ખાધ્ય તેલની વાત કરવામાં આવે તો કંપનીઓ તેમના ખાદ્ય તેલની ડેન્સિટી પ્રમાણે જ કિલોગ્રામ અને લીટરમાં ભાવ અલગ અલગ રાખે છે. એક લીટર તેલ લગભગ 850 ગ્રામ જેટલુ હોય છે.

એક લીટરના વાસણમાં એક લીટર પાણી ભરવામાં આવે તો તે 1 કિલોગ્રામ જ હશે, પણ અન્ય એક લીટરના વાસણમાં એક લિટર તેલ ભરવામાં આવે તો તે સંપૂર્ણ ભરાશે નહીં, તેાં 850 ગ્રામ જ તેલ ભરાશે.

બજારમાં ઘણી બધી વસ્તુઓ છે જે પ્રવાહી હોવા છતા કિલોગ્રામમાં આપવામાં આવે છે. રસોઇ માટે વપરાતા ગેસના બોટલમાં પ્રવાણી હોવા છતા તે પ્રવાહીના કિલોગ્રામ પ્રમાણેના નાણાંથી વેચવામાં આવે છે.