'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે સારા સમાચાર છે. શોના ચાહકોની વર્ષોની રાહ પૂરી થઈ ગઈ છે. હવે શોમાં દયાબેન પાછા આવી ગયા છે
દયાબેનના રોલમાં દિશા વાકાણીએ ફેન્સના દિલોમાં જગ્યા બનાવી હતી. તે 2018 માં મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી આવી નથી. નિર્માતાઓ પણ દયા બેનને ફરી પાછા શોમાં લાવવા ઘણા પ્રયાશો કર્યા હતા.
પણ દિશા વાકાણીને બે બાળકો થયા પછી, તેના માટે પરિવાર છોડીને શૂટિંગ કરવું મુશ્કેલ હતું. તેથી, નિર્માતાઓએ નવી દયાબેનની શોધ શરૂ કરી હતી અને હવે આખરે આ શોધનો પૂરી થઈ છે.
ઘણા ઓડિશન પછી, નિર્માતાઓને નવી દયાબેન મળી છે. જે બાદ ફેન્સ ખુશ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, અસિત મોદીને આખરે દયાબેનના રોલ માટે કોઈ મળી ગયું છે. તે અભિનેત્રીની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.
ઇનસાઇડ ઈન્ફોર્મેશન મુજબ શોની ટીમે નવી દયાબેન સાથે મોક શૂટ શરૂ કરી લીધુ છે. નવી અભિનેત્રી સાથે લગભગ એક અઠવાડિયાથી શૂટિંગ કરી રહી છે.
આ સમાચાર સાંભળ્યા બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. તે પણ ઘણા સમયથી દયાબેનની રાહ જોતા હતો. દયાબેનનું પુનરાગમન એક મોટી ઘટના બનવા જઈ રહી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં અસિત મોદીએ કન્ફર્મ કર્યું હતું કે દિશા વાકાણી શોમાં પરત ફરી શકશે નહીં. તેથી તેણે નવી દયાબેનની શોધ શરૂ કરી દીધી છે.
આ શો 16 વર્ષથી ચાલી રહ્યો છે. દિશા વાકાણી વિના પણ આસિત મોદીએ શોને TRPમાં ટોચ પર રાખવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.
દયાબેનની પસંદગી અંગે હજુ સુધી નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ચાહકો પણ નવી દયાબેનને જોવા આતુર છે.
Published On - 10:35 am, Sun, 30 March 25