
શરીર પર તેલ માલિશ કરવાના ઘણા ફાયદા છે. આ થાક અને નબળાઈ દૂર કરે છે. સ્નાયુઓ મજબૂત બને છે, ત્વચા સારી બને છે. તેવી જ રીતે માથાની માલિશ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે અને વાળ નરમ, મજબૂત અને કાળા બને છે. રક્ત પરિભ્રમણ વધે છે. વડીલો એવું કહેતા કે શનિવારે માથામાં તેલ નાખવાથી અશુભ થાય છે. આર્થિક જોખમોનો સામનો કરવો પડે છે. લક્ષ્મીથી નારાજ થઈ જાય છે. આવી તો કેટલીય વાતો તે આપણને કરતા હશે. પરંતુ તેની પાછળનું લોજીક પણ જાણવા જેવું છે.

લોજીક: આ વાતનું એક લોજીક જોઈએ તો એ પણ છે કે પહેલાના સમયમાં લોકો બહુ જ કરકસર કરીને રહેતા હતા. ખાવાનું અને માથામાં નાખવાનું તેલ એક જ રહેતું. તેમાં કોઈ વેરાયટી જોવા મળતી નહોતી. શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ ચઢાવવામાં આવતું હતું. આ તેલ ખાવાનું તેલ અલગ ભર્યું હોય તેમાંથી જ ઉપયોગમાં લેવામાં આવતું હતું. હવે જે તેલ માથામાં નાખવાના ભાગનું તેલ લોકો ભગવાનને ચઢાવી આપતા હતા. એટલે કરકસરના ભાગરુપે ત્યારથી એવું કહેવાય કે માથામાં શનિવારે તેલ ન નાખવું જોઈએ. એટલા માટે શનિવારે તેલ ન નાખવાનું એક આ કારણ પણ હોય શકે છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)