Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કોને મળશે તક? જાણો કયારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત

|

Jan 07, 2025 | 6:39 PM

વર્ષ 2025ની સૌથી મોટી ICC ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી છે. જે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. આ ટૂર્નામેન્ટ માટે જલ્દી ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને તક મળશે તે લગભગ નિશ્ચિત છે. કેટલાક યુવા ખેલાડીઓ પણ આ વખતે ટીમનો ભાગ બનવાની રેસમાં છે.

1 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થઈ શકે છે. તમામ ટીમોએ 12 જાન્યુઆરી સુધીમાં તેમની પ્રોવિઝનલ ટીમ ICCને સબમિટ કરવાની રહેશે. ICC સબમિટ કરેલી ટીમને 13 ફેબ્રુઆરીએ રિલીઝ કરશે. ટૂર્નામેન્ટ દરમિયાન પણ જરૂર પડ્યે ટીમમાં ફેરફાર કરી શકાશે.

2 / 6
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ભારતીય ટીમની પસંદગી કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા મોટા ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં તક મળવાની ખાતરી છે. આ ખેલાડીઓએ તાજેતરના સમયમાં ODI ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

3 / 6
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને રોહિત સાથે ઓપનિંગ કરવા માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જયસ્વાલે હજુ સુધી ભારત માટે વનડેમાં ડેબ્યુ કર્યું નથી. પરંતુ તેનું તાજેતરનું ફોર્મ ઘણું મજબૂત રહ્યું છે. એવામાં જયસ્વાલની પસંદગી લગભગ નક્કી છે.

4 / 6
રિષભ પંત અને હાર્દિક પંડ્યા પણ પસંદગીકારોની પ્રથમ પસંદગી બનવાના છે. સંજુ સેમસન પણ આ ટીમમાં બેકઅપ વિકેટકીપર તરીકે જોવા મળી શકે છે. શ્રેયસ અય્યર અને નીતિશ રેડ્ડીમાંથી કોઈપણ એક ખેલાડીને પસંદ કરી શકાય છે. શ્રેયસ અય્યર માટે વનડે વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો.

5 / 6
બીજી તરફ નીતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાની છાપ છોડી હતી. આ સિવાય અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાને પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

6 / 6
જસપ્રીત બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજને પણ તક મળશે તે લગભગ નિશ્ચિત છે. મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, જે ODI વર્લ્ડ કપ 2023 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર છે. આ સિવાય અર્શદીપ સિંહ ટીમનો ચોથો ઝડપી બોલર બની શકે છે અને કુલદીપ યાદવને પણ જગ્યા મળી શકે છે. (All Photo Credit : PTI / GETTY)

Published On - 6:38 pm, Tue, 7 January 25

Next Photo Gallery