વિરાટ કોહલી 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં કમબેક કરવા માટે તૈયાર છે. વર્ષ 2012માં છેલ્લી વખત દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમનાર વિરાટ કોહલી હવે 30 જાન્યુઆરીના રોજ મેચ રમતો જોવા મળશે.
તે દિલ્હી વિરુદ્ધ રેલવે મેચ દ્વારા ઘરેલુ ક્રિકેટમાં રમતો જોવા મળશે. વિરાટ કોહલી 13 વર્ષ પહેલા દિલ્હી માટે રણજી મેચ રમ્યો હતો. ત્યારે તે ટીમની કેપ્ટનશીપ વીરેન્દ્ર સહેવાગ કરી રહ્યો હતો. હવે દિલ્હીની કેપ્ટનશીપ આયુષ બદોની કરતો જોવા મળશે.
દિલ્હી વિરુદ્ધ રેલ્વે, રણજી ટ્રોફી એલિટ 2024-25, એલિટ ગ્રુપ-ડી મેચની વિગતો જાણીએ તો, 30 જાન્યુઆરી થી 2 ફ્રેબુઆરી સવારે 9:30 કલાકે, અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હીમાં રમાશે. વિરાટ કોહલીની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર અને વેબસાઈટ પર જોઈ શકો છો.
ઓસ્ટ્રેલિયાના તાજેતરના નિરાશાજનક ટેસ્ટ પ્રવાસ પછી, ODI અને ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતના તમામ સ્ટાર ખેલાડીઓ તેમની રણજી ટીમો માટે રમી રહ્યા છે.
આ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના આદેશને કારણે છે કે ખેલાડીઓને તેમના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે તેઓએ સ્થાનિક ક્રિકેટને પ્રાથમિકતા આપવી જોઈએ.
દિલ્હીની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો, આયુષ બદોની, વિરાટ કોહલી, સનત સાંગવાન, અર્પિત રાણા, યશ, જોટી સિદ્ધુ, હિંમત સિંહ, નવદીપ સૈની,મની ગ્રેવાલ, હર્ષ ત્યાગી, સિદ્ધાંત શર્મા, શિવામ શર્મા, પ્રણવ રાજવંશી, વૈભવ કાંડપાલ, મયંક ગુસાઈ, ગગન વત્સ, સુમિત માથુર, રાહુલ ગહલોત, જિતેશ સિંહ, વંશ બેદી