રિંકુ સિંહે મોટી તક ગુમાવી, રોહિત-અગરકરને ‘યોગ્ય જવાબ’ આપી શક્યો નહીં
છેલ્લા એક વર્ષમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે T20 ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરવા છતાં, રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓમાં સ્થાન મળી શક્યું નથી. તેનો શુભમન ગિલ સહિત 4 રિઝર્વ ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે મુંબઈ સામે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સામે સારું પ્રદર્શન કરી પોતાનો દાવો મજબૂત કરવાની રિંકુ પાસે સારી તક હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.