IPL : RCB- LSG આ ખેલાડીઓને રિટેન કરશે, ક્યારેય સદી ન ફટકારનાર બેટ્સમેનને મળશે 18 કરોડ રૂપિયા
IPL 2025 માટે, તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે અને મોટા સમાચાર એ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સે તેમના ખેલાડીઓને ફાઈનલ કરી દીધા છે. RCB 6 અને LSG 5 ખેલાડીઓને રિટેન કરશે.
1 / 5
IPL 2025 માટે તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે અને મોટા સમાચાર એ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સે તેમના ખેલાડીઓને ફાઈનલ કરી દીધા છે. RCB 6 અને LSG 5 ખેલાડીઓને રિટેન કરશે.
2 / 5
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો લખનૌ સુપરજાયન્ટ્સે પાંચ ખેલાડીઓને ફાઈનલ કર્યા છે. જેમાં નિકોલસ પુરન નંબર વન પર છે. મયંક યાદવ, રવિ બિશ્નોઈને પણ જાળવી શકાય છે. જ્યારે ઝડપી બોલર મોહસીન ખાન અને આયુષ બધોનીને અનકેપ્ડ પ્લેયર તરીકે ટીમમાં જાળવી રાખવામાં આવી શકે છે.
3 / 5
લખનૌની ટીમ નિકોલસ પુરનને સૌથી વધુ પગાર આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર તેને 18 કરોડ રૂપિયા મળી શકે છે. આ ડાબોડી બેટ્સમેન કેપ્ટન પણ બની શકે છે. રસપ્રદ વાત એ છે કે પુરને ક્યારેય IPLમાં સદી ફટકારી નથી.
4 / 5
RCBએ 6 ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં વિરાટ કોહલી નંબર વન પર આવી શકે છે. તેના સિવાય મોહમ્મદ સિરાજ અને કેપ્ટન ડુપ્લેસીસને પણ જાળવી રાખવામાં આવી શકે છે.
5 / 5
RCB ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને પણ ટીમમાં જાળવી શકે છે, જે ગત સિઝનમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. RCBની ટીમ રજત પાટીદાર અને યશ દયાલને પણ રિટેન કરવા જઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે અન્ય ટીમો કયા ખેલાડીઓ પર દાવ લગાવે છે. (All Photo Credit : PTI)
Published On - 4:00 pm, Mon, 28 October 24