IPL 2024: ગુજરાત ટાઇટન્સે ગુજરાતમાં હાર્દિક પંડયાનું હાર સાથે કર્યું સ્વાગત, આ ઓવરમાં બદલાયો આખો ખેલ
આજે પણ IPLમાં ડબલ હેડર મેચ હતી. IPL 2024 ની પાંચમી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. જોકે મુંબઈ જીતવા તરફ હતું અને aઅ ઓવરમાં આખી બાજી પલટાઈ ગઈ હતી.
1 / 6
ગુજરાત ટાઇટન્સે IPL 2024ની પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. એક સમયે મુંબઈની ટીમને જીતવા માટે 48 બોલમાં 62 રનની જરૂર હતી અને 8 રન બાકી હતા. ગુજરાતે અહીંથી પુનરાગમન કર્યું અને મેચ જીતી લીધી. જોકે ચાહકો કહે છે કે ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડયાનું હાર સાથે સ્વાગત કર્યું છે.
2 / 6
મુંબઈ ઈન્ડિયન્સને પહેલી જ ઓવરમાં ઈશાન કિશનના રૂપમાં આંચકો લાગ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ડેબ્યૂ કરી રહેલા નમન ધીર ત્રીજા નંબરે આવ્યો અને શાનદાર બેટિંગ કરી. તેણે માત્ર 10 બોલમાં 20 રન બનાવ્યા હતા.
3 / 6
ત્રીજી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા બાદ ધીર છેલ્લા બોલ પર અઝમતુલ્લા ઉમરઝાઈનો શિકાર બન્યો હતો. આ પછી રોહિત શર્મા અને ઈમ્પેક્ટ પ્લેયર ડીવાલ્ડ બ્રેવિસે ચાર્જ સંભાળ્યો. બંને સરળતાથી શોટ રમી રહ્યા હતા.
4 / 6
રોહિત શર્મા 13મી ઓવરના પહેલા બોલ પર સાઈ સુદર્શનના બોલે એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. રોહિતે 29 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. તે આઉટ થતાની સાથે જ રન બનાવવાની પ્રક્રિયા થંભી ગઈ હતી. તિલક અને બ્રેવિસે 22 બોલમાં 22 રન ફટકાર્યા હતા. ત્યારબાદ તિલક અને ટિમ ડેવિડ વચ્ચે 13 બોલમાં 13 રનની ભાગીદારી થઈ હતી. મોહિત શર્માએ 16મી ઓવરમાં 4 અને રાશિદ ખાને 17મી ઓવરમાં 3 રન આપ્યા હતા.
5 / 6
મુંબઈને છેલ્લી બે ઓવરમાં 27 રનની જરૂર હતી. તિલક વર્માએ પ્રથમ બોલ પર સ્પેન્સર જોન્સનને સિક્સર ફટકારી હતી પરંતુ તે પછીના બોલ પર આઉટ થઈ ગયો હતો. આ જ ઓવરમાં જોન્સને ગેરાલ્ડ કોએત્ઝીને પણ આઉટ કર્યો હતો. ઉમેશ યાદવ સામે છેલ્લી ઓવરમાં મુંબઈને 19 રનની જરૂર હતી.
6 / 6
હાર્દિકે પહેલા બે બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. પરંતુ ત્રીજા બોલ પર તે લોંગ ઓન પર કેચ આઉટ થયો હતો. પીયૂષ ચાવલા પણ બાદના બોલ પર આઉટ થયો હતો. છેલ્લી 3 ઓવર માં થયેલા ફેરફરે ગુજરાતને 6 રનથી વિજય અપાવ્યો હતો.