
તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. એડન માર્કરામ 19 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો અને હેનરિક ક્લાસેન 13 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. ક્લાસને તેની ઇનિંગમાં એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. શાહબાઝ અહેમદે 20 બોલમાં 22 રન અને સમદે 14 બોલમાં 29 રનની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

સુંદર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો અને પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. ગુજરાત તરફથી મોહિતે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓમરઝાઈ, ઉમેશ, રાશિદ અને નૂરને એક-એક વિકેટ મળી હતી.