તિરુવંનતપુરમમાં આજે રમાયેલી વનડેમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને ઓલઆઉટ કરીને ભારતીય ટીમે વનડેના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. 300થી વધારે રનના માર્જીનથી જીત મેળવનાર ભારતીય ટીમ પ્રથમ ટીમ બની છે.
1 જુલાઈ, 2008ના રોજ ન્યૂઝીલેન્ડની ટીમે આર્યલેન્ડ સામે 290 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની બીજા નંબરની મોટી જીત હતી.
4 માર્ચ, 2015ના રોજ ઓસ્ટ્રેલિયાની ટીમે અફગાનિસ્તાન સામે 275 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની ત્રીજા નંબરની મોટી જીત હતી.
22 ઓક્ટોબર, 2010ના રોજ સાઉથ આફ્રીકાની ટીમે ઝીમ્બાબ્વે સામે 272 રનના માર્જીનીથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની ચોથા નંબરની મોટી જીત હતી.
19 માર્ચ, 2012ના રોજ સાઉથ આફ્રીકાની ટીમે શ્રીલંકા સામે 258 રનના માર્જીનથી જીત મેળવી હતી. આ વનડે ઈતિહાસની પાંચમા નંબરની મોટી જીત હતી.