
ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધીમાં 2 T20 મેચ રમી છે, જેમાં બંને વખતે ભારતીય ટીમે જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ 15 મેચ રમી છે, જેમાંથી તે 10 મેચ જીતવામાં સફળ રહી છે અને માત્ર 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમ ઈન્ડિયાએ વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ મેદાન પર તેની પ્રથમ T20 મેચ રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ 208 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 6 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી T20 મેચ રમી હતી. આ મેચમાં પણ ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. એટલે કે હવે 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં T20 મેચ રમશે. (All Photo Credit : PTI/GETTY)
Published On - 8:09 pm, Fri, 11 October 24