IND vs AUS : પર્થમાં ‘અનર્થ’, વિરાટ-ગિલ-પંત ખરાબ રીતે નિષ્ફળ, ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં

|

Nov 15, 2024 | 5:33 PM

ભારતીય ક્રિકેટ ટીમને પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ ટેસ્ટ રમવાની છે, પરંતુ આ મેચ પહેલા ભારતીય બેટ્સમેનો ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. પર્થમાં યોજાયેલી પ્રેક્ટિસ મેચમાં વિરાટ, પંત, ગિલ ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા.

1 / 6
ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. પર્થમાં યોજાનારી આ મેચ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી છે. શુક્રવારે, બેટ્સમેનો અને બોલરોએ મેચ જેવી સ્થિતિમાં પ્રેક્ટિસ કરી અને તે પછી જે જોવા મળ્યું તે ભારતીય ચાહકોના કપાળ પર ચિંતા લાવી રહ્યું છે. કારણ કે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર પર્થમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.

2 / 6
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઓપનિંગમાં આવ્યા, બંનેએ આક્રમક શરૂઆત કરી. પરંતુ જયસ્વાલે મોટા શોટ રમવામાં 15 રનના અંગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી.

3 / 6
કેએલ રાહુલ ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો, શોર્ટ બોલ સામે પણ તે એકદમ આરામદાયક શોટ ફટકારી રહ્યો હતો, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાના બાઉન્સરે તેને ઈજા પહોંચાડી હતી. બોલ રાહુલની કોણીમાં વાગ્યો અને તે દર્દથી કંટાળી તેણે મેદાન છોડવું પડ્યું.

4 / 6
વિરાટ કોહલીએ પણ પર્થમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તેણે ફરી એકવાર પોતાની જૂની ભૂલ કરી હતી. વિરાટ કોહલી ડ્રાઈવ શોટ ફટકારવાના પ્રયાસ કરતી વખતે બીજી સ્લિપમાં કેચ આઉટ થયો હતો. મુકેશ કુમારે તેની વિકેટ લીધી હતી. વિરાટ કોહલી ઘણીવાર આ શોટ પર પોતાની વિકેટ ગુમાવી દે છે અને આ વખતે તેણે ફરી આવું કર્યું. વિરાટે પણ માત્ર 15 રન બનાવ્યા હતા.

5 / 6
શુભમન ગિલે ચોક્કસપણે ક્રિઝ પર સમય પસાર કરવાનો પ્રયાસ કર્યો. તે બે કલાક સુધી ક્રિઝ પર ટકી રહ્યો, પરંતુ તે પછી તેણે પણ પોતાનો કાબૂ ગુમાવ્યો અને 28 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

6 / 6
ગત પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રિષભ પંત પણ કઈં ખાસ બેટિંગ ન કરી શક્યો. પંત શોર્ટ બોલ પર ખૂબ જ અસ્વસ્થ દેખાતો હતો, તેણે 19 રનના વ્યક્તિગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. નીતિશ રેડ્ડીએ તેને બોલ્ડ કર્યો હતો. (All Photo Credit : PTI)

Next Photo Gallery