હવે કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. ગુજરાત સિવાય દેશના તમામ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, દરેક પાસે એર કંડિશનર (AC) લગાવવાના પૈસા નથી હોતા આથી ઘણા લોકો કુલરથી કામ ચલાવે છે. જો તમે પણ ઠંડી હવા માટે કુલરનો ઉપયોગ કરો છો પણ એકદમ ઠંડી હવા આવતી નથી તો સરળ ટ્રીક અજમાવી જુઓ. આ બાદ તમારુ કુલર AC જેવી ઠંડી ઠંડી હવા આપવા લાગશે
ફોમની જગ્યાએ ઘાસનો ઉપયોગ: કૂલરને ઠંડુ રાખવા માટે, તેની દિવાલ ફરતે ઘાસ મુકી શકો છો, જોકે તેને વારંવાર બદલવું પડશે પરંતુ તે ખુબ જ સસ્તુ હોય છે અને તેનાથી કુલર AC જેવી ઠંડી હવા આપે છેૉ
બરફની બોટલ: બે બોટલને પાણીથી ભરી ફ્રીજમાં મુકી દો અને બરફ થઈ જાય પછી તેને બહાર કાઢી ખોલ્યા વિના કૂલરમાં મુકી દો. આ રીતે તમારા કૂલરમાં હાજર પાણી સંપૂર્ણપણે ઠંડુ રહેશે અને હવાને વધુ ઠંડી કરી શકો છો.
વોટર પંપ પહેલા જ ઓન કરી દો: કૂલર ચલાવતી વખતે, જો તમે ઠંડી હવાનો આનંદ લેવા માંગતા હોવ, તો પંખો અને વોટર પંપ એક સાથે ચાલુ ના કરવો જોઈએ. તેના બદલે થોડા સમય વોટર પંપને પંપ ચાલુ કરો, જેથી તેની દિવાલો પહેલાથી ભીની થઈ જાય, આ પછી કુલર ઠંડી હવા આપવા લાગશે
પાણીમાં બરફ ઉમેરો: પાણીમાં બરફના ટુકડા ઉમેરવાથી હવા થોડી ઠંડી પડે છે અને આમ ઠંડી હવા આપે છે
કુલરની સામે ભીનું કપડું લગાવોઃ કૂલરની સામે ભીનું કપડું લટકાવી દો. આ હવાને ઠંડુ કરવામાં મદદ કરશે. તમને ભેજવાળી હવા મળશે, જે ખૂબ આરામદાયક લાગશે.
કૂલરને યોગ્ય દિશા રાખો: કૂલરની દિશા એવી જગ્યાએ રાખો જ્યાંથી તાજી હવા આવી શકે. બંધ જગ્યાઓમાં કુલર યોગ્ય રીતે કામ કરતું નથી. ખુલ્લી બારી અથવા દરવાજાની નજીક મૂકો.
કુલરની સફાઈ અને મેન્ટેનેન્સ : કુલર પેડને નિયમિતપણે સાફ કરો અને બદલો. ગંદા પેડ્સ હવાને ઠંડુ કરી શકતા નથી આથી તેની નિયમિત સફાઈ થતા કુલર ખરાબ થતુ નથી અને ઠંડી હવા આપતુ રહે છે.
કુલરની સાથે પંખો પણ ચલાવો : કુલરની નજીક એર કૂલર પંખો ચલાવો, જેથી હવા વધુ ફેલાશે અને રુમમાં ઠંડક વધશે
Published On - 12:10 pm, Fri, 28 March 25