ગુરુવારે ભારતીય ક્રિકેટર શુભમન ગિલનો જન્મદિવસ હતો. શુભમન ગિલને બધાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન શુભમન ગિલને બર્થડે વિશ કરતા કંઈક એવું લખ્યું, જેથી ક્રિકેટરની પોલ ખુલી ગઈ કે તે સારાને ડેટ કરી રહ્યો છે.
થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શુભમન ગિલ એક છોકરી સાથે જોવા મળ્યો હતો. ફોટો વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે છોકરી સારા અલી ખાન છે.
પરંતુ સારા અલી ખાન અને શુભમન ગિલ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી ન હતી.
હવે સારા અલી ખાન અને શુભમન ગિલના નામ સાથે જોડવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં શુભમનના મિત્ર ખુશપ્રીત સિંહે લોકોને એક હિન્ટ આપી હતી. ખુશપ્રીતે શુભમનને બર્થ ડે વિશ કરતા લખ્યું- બહોત સારા પ્યાર. તેને અંગ્રેજીમાં સારાને હાઈલાઈટ કરીને SARA લખ્યું.
પરંતુ જ્યારે દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી, ત્યારે ખુશપ્રીતે તેનું કેપ્શન એડિટ કર્યું, અને બધું નોર્મલ રીતે લખ્યું. તમે ફોટો સાથે જોડાયેલ કેપ્શનના સ્ક્રીનશોટમાં પણ આ જોઈ શકો છો.
ખુશપ્રીતના SARA વાળા કેપ્શન પછી બધા પૂછવા લાગ્યા કે શું શુભમન ગિલ કોઈ સારાને પસંદ કરે છે. સારા અલી ખાન કે સારા તેંડુલકર.
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન પહેલા શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સાથે જોડવામાં આવી રહ્યું હતું. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં બંને એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા પણ જોવા મળ્યા હતા.