જ્યારે બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખની ફિલ્મ રીલિઝ થાય છે ત્યારે સિનેમાપ્રેમીઓ આપોઆપ થિયેટર તરફ વળે છે. શાહરૂખની પુત્રી સુહાના ખાને પણ ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે.
સુહાના ખાનની ફિલ્મ 'આર્ચીઝ' રીલિઝ થઈ ગઈ છે. નેટફ્લિક્સ પર આવેલી આ ફિલ્મને સિનેમાપ્રેમીઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
સુહાના ખાનની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેના કામને સિનેમાપ્રેમીઓનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે કોઈને પસંદ નથી આવી રહી.
પહેલી જ ફિલ્મ બાદ નેટીઝન્સ સુહાના ખાનને ટ્રોલ કરી રહ્યા છે. તેના અભિનયની તુલના અનન્યા પાંડે સાથે કરવામાં આવી રહી છે.
નેટીઝન્સે તેના કામ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, અનન્યા પાંડે વધારે સારી છે! નેટિઝન્સ એમ પણ કહેતા જોવા મળે છે કે, તેણે એક્ટિંગ કરવા એટલે કરવા દીધી કારણ કે તે શાહરૂખની પુત્રી છે.