Kids Name In Sanskrit : બોલિવૂડ સ્ટાર્સે બાળકોને આપ્યા સંસ્કૃતમાં અનોખા નામ, જુઓ કોણ છે આ યાદીમાં સામેલ
Bollywood Celebs Kids Name In Sanskrit : બોલિવૂડના ઘણા સ્ટાર્સે પોતાના બાળકોના નામ સંસ્કૃત શબ્દોથી રાખ્યા છે. આ લિસ્ટમાં હવે યામ ગૌતમના નામનો પણ સમાવેશ થઈ ગયો છે.
1 / 6
Celebs Kids Name In Sanskrit : ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પોતાના બાળકોના અલગ-અલગ નામ રાખ્યા છે. આ નામો આધુનિક લાગે છે પરંતુ નામોનો અર્થ જાણીને તમે ચોંકી જશો. બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે પોતાના બાળકોના ખાસ નામ રાખ્યા છે, પરંતુ સંસ્કૃતમાં તેમનો અર્થ ખૂબ જ સારો થાય છે.
2 / 6
હાલમાં જ માતા બનેલી અભિનેત્રી યામી ગૌતમે પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે. તેણે દીકરાનું નામ 'વેદાવિદ' રાખ્યું છે. જેનો અર્થ છે જે વેદનું જ્ઞાન જાણતા હોય તે. વેદાવિદ સંસ્કૃત શબ્દ છે.
3 / 6
'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાની દીકરીનું નામ 'માલતી મેરી જોનાસ' છે. જો આપણે તેનો અર્થ જાણીએ તો તેનો અર્થ એક નાનું સુગંધિત ફૂલ છે. 'માલતી' શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે.
4 / 6
અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ સંસ્કૃતમાંથી લીધેલા શબ્દોવાળા બાળકોના ખાસ નામોની યાદીમાં સામેલ છે. આધુનિક વિચારો ધરાવતી અભિનેત્રીએ પોતાની લાડલીનું નામ 'રાહા' રાખ્યું છે. સાંભળવાથી જ સારુ લાગતા આ નામનો અર્થ 'દિવ્ય પથ' થાય છે અને સંસ્કૃતમાં તેનો અર્થ 'કબીલા' થાય છે.
5 / 6
અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના બંને બાળકોના અલગ-અલગ નામ રાખ્યા છે. તેમની પુત્રીનું નામ 'વામિકા કોહલી' છે. જેનો અર્થ થાય છે દેવી દુર્ગાનો અવતાર. વામિકા એ સંસ્કૃતમાંથી લેવામાં આવેલું નામ છે.
6 / 6
થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું હતું. અનુષ્કા અને વિરાટે તેમના લાડલાનું નામ 'અકાય કોહલી' રાખ્યું છે. જેનો અર્થ 'નિરાકાર' થાય છે. આ શબ્દ ભગવાન શિવનો સંદર્ભ આપે છે અને સંસ્કૃત શબ્દ છે.