અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટની 5 તસવીરો, જેમાં છે આખી ઇવેંટની ખાસ ઝલક
અનત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ ચાલી રહી છે. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જ્યાંથી કેટલીક ખૂબ જ ખાસ તસવીરો પણ સામે આવી છે. આ તસવીરોમાં ઘણી ખાસ ક્ષણો કેદ કરવામાં આવી છે.
1 / 6
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઇવેન્ટ 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થઈ હતી અને 3 માર્ચ સુધી આયોજન કર્યું છે. બોલિવૂડ સ્ટાર્સે આ ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું. અમે તમને આ ઇવેન્ટની પાંચ સૌથી ખાસ તસવીરો બતાવી રહ્યાં છીએ.
2 / 6
આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો પણ દબદબો રહ્યો હતો. તેમની આ તસવીરમાં એક સુંદર ક્ષણ કેદ થઈ છે. આલિયા-રણબીર એકબીજાના હાથ પકડેલા જોવા મળ્યા હતા
3 / 6
ઈવેન્ટમાંથી એક તસવીર સામે આવી છે, જેમાં સાઉથ સ્ટાર રામ ચરણ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે 'નાટુ-નાટુ' ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
4 / 6
આલિયા ભટ્ટે ઈવેન્ટની આ તસવીર શેર કરી છે. તસવીરમાં આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, નીતુ કપૂર અને રણબીર કપૂર સાથે બેઠેલા જોવા મળે છે. જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ પણ પાછળ જોવા મળે છે.
5 / 6
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની એક તસવીર પણ સામે આવી હતી.સુહાના અને નવ્યા એકસાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
6 / 6
વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે રણવીર અને દીપિકા પણ અનંત અને રાધિકાના લગ્નમાં જોવા મળ્યા હતા.
Published On - 6:29 pm, Sun, 3 March 24