છેલ્લા ચાર દિવસમાં અક્ષય કુમારના જીવનમાં બે મોટી ખુશીઓ આવી, એક્ટરના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં સારા સમાચાર મળ્યા. (Image: Social Media)
સૌથી પહેલા વાત કરીએ અક્ષય કુમારની પ્રોફેશનલ લાઈફને લઈને સારા સમાચાર મળ્યા છે. 11 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ફિલ્મ OMG 2 રીલિઝ થઈ હતી અને તેને ઘણી પ્રશંસા મળી હતી. (Image: Social Media)
ઓએમજી 2 ની ક્રિટીક્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને લોકોએ પણ ઘણો પ્રેમ આપ્યો હતો અને ફિલ્મે માત્ર ચાર દિવસમાં 55 કરોડનો બિઝનેસ કર્યો. (Image: Social Media)
ફિલ્મના બમ્પર કલેક્શન વચ્ચે અક્ષય કુમારે સ્વતંત્રતા દિવસના અવસર પર જાહેરાત કરી કે તેને ભારતીય નાગરિકતા મળી છે. (Image: Social Media)
અક્ષય કુમારે લગભગ ત્રણ દાયકા પહેલા કેનેડાની નાગરિકતા લીધી હતી. પરંતુ 2019માં તેણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. (Image: Social Media)