
CG પાવર, Renesas Electronics Corporation, Japan અને Stars સાથે ભાગીદારીમાં માઈક્રોઈલેક્ટ્રોનિક્સ, ગુજરાતના સાણંદમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપશે. મહત્વનું છે કે CG Power & Industrial Solutions Ltd ના શેરની કિંમત અંગે વાત કરવામાં આવે તો, 444 ની કિંમતનો શેરનો ભાવ ક હે. મહત્વનું છે કે કંપનીની માર્કેટ કેપ 67,971 કરોડ ની છે.

Tata Electronics Pvt Ltd (TEPL) તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC) સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરશે. આ ફેબનું નિર્માણ ગુજરાતના ધોલેરામાં થશે. આ ફેબમાં 91,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. PSMC 50,000 wfsm ક્ષમતા સાથે સેમિકન્ડક્ટર ફેબ માટે ટેક્નોલોજી પાર્ટનર હશે. PSMC લોજિક અને મેમરી ફાઉન્ડ્રી સેગમેન્ટમાં તેની કુશળતા માટે પ્રખ્યાત છે અને તાઇવાનમાં 6 સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી ધરાવે છે. તેની પ્રતિ માસ ક્ષમતા 50,000 વેફર સ્ટાર્ટ્સ (WSPM) હશે.

ચિપ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનવાના માર્ગને પ્રકાશિત કરવા માટે, ભારત સરકારે આ સુવર્ણ મશાલ પ્રગટાવી છે, જે અંતર્ગત આગામી 100 દિવસમાં ત્રણ નવા પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે.