
પણ ધ્યાન રાખો કે આ એક ડેટા પેક છે, તેથી તેમાં કોલિંગ અને SMSની સુવિધા નથી મળતી. આ પેક લગભગ રૂ. 4ના રોજના ખર્ચે એક વર્ષની વેલિડિટી સાથે યુઝર્સને અમર્યાદિત ડેટા આપી રહ્યું છે.

BSNLનો આ પ્લાન Jio અને Airtel જેવા પ્રાઈવેટ નેટવર્કની સરખામણીમાં ખૂબ જ સસ્તો છે, કારણ કે લગભગ આટલો ડેટા અને વેલિડિટી તેમની કિંમત પર ઉપલબ્ધ નથી. આનાથી વપરાશકર્તાઓને વારંવાર રિચાર્જની ચિંતા કર્યા વિના લાંબા સમય સુધી ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કરવાની તક મળશે.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પુષ્ટિ કરી છે કે BSNLની તમામ 1 લાખ 4G સાઇટ્સ મે-જૂન 2025 સુધીમાં કાર્યરત થઈ જશે, અને તે પછી 4G થી 5G માં પણ ટ્રાંજીશન શરૂ થશે, જે જૂનમાં શરૂ થઈ શકે છે. અગાઉ, સરકારે BSNLને રિવાઈન કરવા માટે 80 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવ્યું હતું.
Published On - 4:54 pm, Fri, 28 March 25