Gujarati NewsPhoto galleryBrinjal Benefits And Side Effects Eggplant protects against heart attack know the benefits and harms of eating Brinjal
Brinjal Benefits And Side Effects: હાર્ટ એટેકથી બચાવે છે રીંગણ, જાણો રીંગણ ખાવાના ફાયદા અને નુકસાન
મોટાભાગના લોકોએ રીંગણનું શાક તો ખાધુ જ હશે, પરંતુ શું તમે રીંગણ ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો? રીંગણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે રીંગણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. રીંગણનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે રીંગણમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી6, થિયામીન, નિયાસીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર, ફાઈબર, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.