
માર્જોરી સીટ: માર્જારી આસન (બિલાડીની પોઝ) કરવા માટે, તમારા ઘૂંટણ પર જમીન પર ઊભા રહો. આ પછી તમારી પીઠ વાળો અને તમારા હથેળીઓને જમીન પર રાખો. તમારી પીઠ ઉપરની તરફ ઉંચી હોવી જોઈએ અને માથું નીચે તરફ વાળવું જોઈએ. શરીરને ફ્લેક્સિબલ બનાવે છે અને ગરદનનો દુખાવો ઓછો કરવા અને તણાવ દૂર કરવા માટે માર્જારી આસન કરી શકાય છે.

શોલ્ડર ઓપનર: આ આસન કરવા માટે સીધા ઊભા રહો અને તમારા સ્નાયુઓને આરામ આપો. હવે તમારા હથેળીઓને પાછળની તરફ ખસેડો અને તેમને એકબીજા સાથે જોડો. શક્ય હોય ત્યાં સુધી તમારા ખભા પાછળ ખેંચો. પછી મુળ સ્થિતિ પર પાછા ફરો અને આ પ્રક્રિયાને ફરીથી કરો.(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)