
મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસા બાદ, સ્થિતિને થાળે પાડવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ ઈમ્ફાલમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. ફ્લેગમાર્ચ થકી સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.

મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલમાં ભાજપના ધારાસભ્ય કોંગખામ રોબિન્દ્રોના પૈતૃક મકાનમાં તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ હિંસાનો આશરો લીધો હતો અને અનેક ધારાસભ્યો અને મંત્રીઓના ઘરોમાં તોડફોડ કરી હતી. અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. રાજ્યના 6 જિલ્લામાં પહેલાથી જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. ( તસવીર સૌજન્ય-PTI )
Published On - 3:33 pm, Mon, 18 November 24