Amreli: જિલ્લા કલેક્ટર અજય દહિયાનો જોવા મળ્યો માનવીય અભિગમ, અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને કાફલો રોકાવી તાત્કાલિક પહોંચાડ્યા હોસ્પિટલ

|

Apr 19, 2023 | 9:54 AM

Amreli: અમરેલી જિલ્લાના નવનિયુક્ત અજય દહિયાએ દરિયાકાંઠાની વિઝિટ માટે રાજુલામાં હતા. આ વિઝિટ દરમિયાન અકસ્માતમાં ઈજાપામેલા વ્યક્તિને જોતા તેમણે તેમનો કાફલો રોકાવી તાત્કાલિક 108 ઈમરજન્સી બોલાવી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

1 / 4
અમરેલી જિલ્લાના નવનિયુક્ત કલેકટર અજય દહિયાની સરાહનીય કામગીરી જોવા મળી. રાજુલા આસપાસ તેઓ જ્યારે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વિઝિટ પર હતા ત્યારે બે બાઈક વચ્ચે અક્સ્માત થતા એક યુવકને ભારે ઈજા પહોંચી હતી. આ સમયે કલક્ટરે તાત્કાલિક તેમનો કાફલો રોકાવ્યો હતો

2 / 4
કલેક્ટરે કાફલો રોકી તેમની કારમાંથી નીચે ઉતરી ઈજાગ્રસ્તની નજીક પહોંચ્યા. તેમની ઈજા અંગે પૃચ્છા કરી તાત્કાલિક 108 બોલાવી હતી. 108 પહોંચે એ પહેલા બંને ઈજાગ્રસ્તોને પ્રાંત અધિકારીની ગાડીમાં બેસાડી હોસ્પિટલ જવા રવાના થયા હતા.

3 / 4
આ દરમિયાન અધવચ્ચે જ 108 આવી જતા ઈજાગ્રસ્તને ગાડીમાંથી 108 એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કર્યા હતા અને કલેક્ટરે 108ને તાકીદે સારવાર આપવા સૂચના પણ આપી હતી.

4 / 4
કલેક્ટર અજય દહિયાએ અકસ્માતમાં લોહીલુહાણ ઈજાગ્રસ્તને જોતા જ તેમનો કાફલો રોકાવી તેમને તાત્કાલિક સારવાર મળે તે માટેના તમામ પ્રયત્નો કર્યા હતા. આમ કલેક્ટરનો માનવીય અભિગમ જોઈ ત્યાં હાજર સહુ કોઈએ કલેક્ટરની કામગીરીને બિરદાવી હતી.  ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી

Published On - 10:30 pm, Tue, 18 April 23

Next Photo Gallery