
આ અંગે તેની બાજુમાં બેઠેલા એક મુસાફરે તેને કહ્યું કે આટલો બધો ગેસ કેમ છોડી રહ્યો છે, તારા કારણે અન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તેણે ખૂબ જ અભદ્ર રીતે જવાબ આપ્યો કે તે અસંસ્કારી છે, તે સાથે તેણે ફરી ગેસ છોડતા કહ્યું તમે બધા મને કો કે તે પાદની સ્મેલ કેવી છે. જે બાદ તે મુસાફરો સાથે તે વ્યક્તિએ ઘણી દલીલો કરી.

આનાથી ફાર્ટિંગ કરનાર વ્યક્તિ અને અન્ય મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. એટલું જ નહીં તેની અસર પ્લેનના ટેકઓફ પર પણ જોવા મળી હતી. પ્લેન સમયસર ઉડાન ભરી શક્યું ન હતું, તેથી એરલાઇન સ્ટાફે વિનંતી કરી અને માણસને ઉતારી દેવો જોઈએ. જે બાદ તે વ્યક્તિને કહ્યું કે સારુ થશે તમે જાતે જ પ્લેનમાંથી ઉતરી જાવ . ક્રૂ દ્વારા કહેવામાં આવતા તે પ્લેનમાંથી ઉતરી ગયો હતો, પરંતુ ફ્લાઈટ 15 થી 30 મિનિટ મોડી પડી હતી.

ટેકઓફ પહેલા, જો પ્લેનમાં કોઈ પણ વ્યક્તિ અન્ય મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનું કારણ બને છે, તો તેને ફ્લાઈટમાંથી ઉતરવા માટે કહી શકાય છે.

તે જ સમયે, જો કોઈને શંકા છે કે પેસેન્જર શંકાસ્પદ છે, તો પણ તે પાઇલટના ક્રૂ સાથે વાત કરી શકે છે અને તેની સીટ બદલી શકે છે. આટલું જ નહીં, જો પેસેન્જર શંકાસ્પદ જણાય તો તેને ડીબોર્ડ કરવા માટે કહી શકાય.

ઘણી એરલાઇન્સ ફ્લાઇટ ટિકિટ બુક કરાવતા પહેલા તમારા સ્વાસ્થ્ય વિશે પૂછે છે. સંપૂર્ણ મેડિકલ ચેકઅપ પછી જ તમે પ્લેનમાં ચડશો તો સારું રહેશે.
Published On - 1:16 pm, Tue, 18 March 25