ઘર્ષણથી “થાકેલા” મંત્રીને મોદીએ રાહત આપી અને બીજાને રાજસ્થાન-કેન્દ્રી બનાવ્યા!

અગાઉ પૂર્વ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ જેવા જેપી આંદોલનમાંથી આવેલા ધારાશાસ્ત્રી રવિશંકર પ્રસાદને પણ મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારથી કહેવાતું થયું કે આ કાયદા વિભાગના મંત્રી થવું એ જ્વાળામુખી જેવુ છે. ક્યારે ફાટે તે કહેવાય નહીં.

ઘર્ષણથી “થાકેલા” મંત્રીને મોદીએ રાહત આપી અને બીજાને રાજસ્થાન-કેન્દ્રી બનાવ્યા!
Follow Us:
| Updated on: May 20, 2023 | 4:56 PM

નવી દિલ્હીના શાનદાર શાસ્ત્રી ભવનના ચોથા માળે મે મહિનાની 18મીના ગુરુવારે થોડીક હલચલ વધી ગઈ હતી. કાનૂન મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju) પાસેથી એ વિભાગ લઈ લેવાયો હતો અને તેમના સ્થાને અર્જુનસિહ મેઘવાળને મૂકવામાં આવ્યા. કેન્દ્ર સરકારમાં આવો ફેરફાર થાય અને તે પણ કાનૂન જેવા ખાતામાં તો ચર્ચાના વમળ ના થાય એવું કેમ બને?

અગાઉ પૂર્વ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ જેવા જેપી આંદોલનમાંથી આવેલા ધારાશાસ્ત્રી રવિશંકર પ્રસાદને પણ મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારથી કહેવાતું થયું કે આ કાયદા વિભાગના મંત્રી થવું એ જ્વાળામુખી જેવુ છે. ક્યારે ફાટે તે કહેવાય નહીં. રવિશંકર સમયે તો બીજા ઘણા “મોટા” મંત્રીઓને મુક્ત કરાયા હતા. આ વખતે માત્ર ત્રણ-ચારનો વારો આવ્યો, તેમાં રાજ્યકક્ષાના અર્જુનસિંહ મેઘવાળને બઢતી મળી અને કિરણ રિજિજુનું ખાતુ સોંપીને સિનિયર બનાવી દેવામાં આવ્યા!

કિરણ રિજિજુને હવે પૃથ્વી વિજ્ઞાન સોંપવામાં આવ્યું તે જીતેન્દ્ર સિંહની પાસે હતું. ઘણીવાર પ્રધાનમંડળમાં જે તે વિભાગના નિષ્ણાત કે જાણકાર ના હોય તેમને પણ એ વિભાગ સોંપી દેવામાં આવે એવું બને છે. સૌરાષ્ટ્ર સરકાર દરમિયાન ચંદ્રસિંહજી ભાડવા દરબાર બોલકા વિરોધી નેતા હતા. ઢેબર ભાઈની સરકાર વિશે તે કહેતા, “જે માણસે કોઈ દિવસ બંદૂકડી પણ પકડી ના હોય તેને ગૃહપ્રધાન બનાવવામાં આવે અને ખેતરમાં હળ ચલાવતા ના આવડતું હોય તેને કૃષિ મંત્રી બનાવવામાં આવે છે!”

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જો કે હોંશિયાર રાજકીય નેતાઓ જ્યાં, જે ખાતું મળ્યું હોય ત્યાં થોડા દિવસોમાં જાણકાર થઈ જાય છે. જીતેન્દ્ર સિંહ ભૂ-વિજ્ઞાન વિભાગના મંત્રી હતા પણ તેમનો રસનો વિષય બીજો હતો. રાજકીય ફટકાબાજીમાં એ માહિર હતા. તેમના સ્થાને હવે રિજિજુ આવ્યા, એમનો બચપનનો શોખનો વિષય ગૂગલ અર્થ, કલાઈમેટોલોજિ, ઓશનોગ્રાફી, અને કાર્ટોગ્રાફી રહ્યા હતા.

19 મે, શુક્રવારે પોતાનો વિભાગ સંભાળ્યો ત્યારે પત્રકારોને તો બીજા પ્રશ્નોમાં રસ હતો પણ આનાથી શરૂઆત કરી. પછી આવ્યો મહા-પ્રશ્ન. “તમે કાનૂન મંત્રી તરીકે કઈ ભૂલ કરી કે ત્યાંથી હટાવવામાં આવ્યા? તેનો જવાબ આપતા રિજિજુએ કહ્યું કે કોઈ ભૂલ નહોતી. વડાપ્રધાનને એ અધિકાર છે કે જુદીજુદી જવાબદારી સોંપવી. એટ્લે મને આ ખાતું સોંપવામાં આવ્યું અને આગામી વર્ષોમાં “વિઝન ઓફ આ ડેવલપ્ડ ઈન્ડિયા _2047 “ માટે મહત્વની ભૂમિકા અદા કરવાનું કામ આ વિભાગનું છે. વડાપ્રધાનના વિચારોનું આ પરિણામ છે.

કાનૂન મંત્રાલયનો સીધો સંબંધ ન્યાયતંત્ર સાથે છે. સંસદીય લોકશાહીમાં બંધારણના ઘડવૈયાઓએ ન્યાયતંત્રને મહત્વ આપ્યું તે બધા ધારાશાસ્ત્રીઓ હતા એટલા માટે નહિ પણ સંસદ, કારોબારીમાં ક્યાંય અતિરેક દેખાય કે અવરોધ જોવા મળે અને નાગરિક અધિકારોની સુરક્ષા જળવાય નહિ તો ન્યાયતંત્ર તેના મજબૂત ઉપાય તરીકે રહે એવી માન્યતા ધરાવતા હતા.

બાબાસાહેબ આંબેડકર “નિષ્પક્ષપાતી ન્યાય” ના પુરસ્કર્તા હતા, પણ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સર્વોચ્ચ અદાલતના સિનિયરોને અવગણીને ન્યાયમૂર્તિઓને બઢતી આપી ત્યારે ઈન્દિરા-મંત્રીમંડલના પૂર્વ સામ્યવાદી મંત્રી પી. કુમારમંગલમે તેને “કમિટેડ જ્યુડિસિયરી” કહી હતી.

કમિટમેન્ટ પણ કોનું, કોઈ એક પરિબળનું કે પ્રજા માટેના વિશ્વસ્ત ન્યાયનું? એ સવાલ વર્ષોથી લટકતો રહ્યો છે, વર્તમાન સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમુર્તિ છે ધનંજય યશવંત ચંદ્રચૂડ. એકવાર દલીલોના માહોલમાં તેમણે કાનૂન મંત્રી રીજુને કહ્યું હતું કે તે જન્મ્યા ત્યારે મારી વય બાર વર્ષની હતી! વય-વરિષ્ઠતા માટે આ મજાક કરી હોય, તે સમયે તો રિજિજુએ હળવાશમાં જ જવાબ આપ્યો હતો પણ એવા અનેક પ્રશ્નો હતા જેનો ખુલાસો ન્યાયતંત્રે આપવો જોઈએ એમ રિજિજુ પોતે માનતા હતા. તેમણે પણ કાનૂનનો અભ્યાસ કરીને પદવી મેળવી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં “અચ્યુતમ કેશવમ” અને “શિવો અહમ..”!

અદાલતો ના પણ બે રૂપ છે. એક ન્યાય આપવાનું, બીજું ધારાશાસ્ત્રીઓ, ન્યાયમુર્તિઑ, વડી અદાલત, હાઇકોર્ટ, વકીલમંડળો, બેન્ચ, વિવાદી બાબતોની ટ્રિબ્યુનલો, સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત, ન્યાયમૂર્તિઓની નિયુક્તિ, નિવૃત્તિ, કોલજીયમ પ્રથા, નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂકો.. આમાં ન્યાય પ્રાપ્ત કરવામાં વિલંબ, “નોટ બિફોર મી”નું વલણ, સંસદમાં થયેલા કાયદાઓ વિશે ચૂકાદાઓ, ચૂંટણીમાં ઉમેદવારી અને જીત-હાર પર સુનાવણી અને ચૂકાદાઓ… છેક 1952થી આ બધી વૃત્તિ-પ્રવૃત્તિને કારણે સંસદની સર્વોપરિતા કે ન્યાયતંત્રની એ સવાલ વારંવાર ઊઠે છે. કેટલાક કાયદા અને કેટલાક રાજકીય મહાનુભાવોને પડકાર પણ ફેંકાયો છે. શાહબાનુ કેસ તાજો નમૂનો છે.

આ કિસ્સાઓના પડછાયા જેવી બાબતો વર્તમાનમાં પણ હતી, રિજિજુ તેના પર બોલતા અને કહેતા કે સંસદ પ્રજાએ ચૂંટેલું બંધારણીય ગૃહ છે, ન્યાયાધીશોએ સીધા પ્રજાની વચ્ચે કામ કરવાનું હોતું નથી. કોલેજીયમ પર વધુ ઘર્ષણ રહ્યું. સાચી વાત એ છે કે કેટલાક વિવાદોથી રિજિજુ થાક્યા હતા, એટ્લે વડાપ્રધાને તેમનો વિભાગ બદલાવ્યો, તેમની જગ્યાએ આવેલા અર્જુનસિંહ રાજસ્થાનથી આવે છે.

16 ટકા દલિતોમાં 60 ટકા મેઘવાળ છે. અર્જુન આઈ.એ.એસ અને સમાજસેવી છે, તેમની સરળતાને લીધે “સાઇકલ મંત્રી” તરીકે જાણીતા છે. રાજસ્થાનમાં એકલા વસુંધરા રાજે નહિ, પણ મેઘવાળ પણ આવી રહેલી ચૂંટણીમાં વધુ પ્રભાવી રહે એટ્લે રાજ્યકક્ષાથી તેમણે કેન્દ્રીય મંત્રી બનાવ્યા છે. જોઈએ , હવે પછીના મંત્રી બદલાવમાં કોણ, ક્યાં પહોંચે છે ને કોણ મુક્ત થાય છે. 2024 પહેલા આવું બનતું રહેશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

g clip-path="url(#clip0_868_265)">