આ ગ્રહ પર 16 કલાકનું જ હોય છે એક વર્ષ, ખગોળશાસ્ત્રીઓએ સૌરમંડળની બહાર શોધ્યો આ ગ્રહ

|

Nov 28, 2021 | 5:22 PM

MIT-ની આગેવાની હેઠળના મિશને નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) દ્વારા TOI-2109b નામના ગ્રહની શોધ કરી છે.

1 / 6
ખગોળશાસ્ત્રીઓએ આપણા સૌરમંડળની બહાર એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે, જે માત્ર 16 કલાકમાં પોતાના તારાની પરિક્રમા કરે છે. અત્યાર સુધીમાં, આવા 4000 થી વધુ ગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે, જે આપણા સૌરમંડળની બહાર હાજર છે. આમાંથી એવા ઘણા ગ્રહો છે, જે પૃથ્વીથી હજારો પ્રકાશ-વર્ષ દૂર એવા તારાઓની પરિક્રમા કરે છે.

2 / 6
અત્યાર સુધી જે ગ્રહો શોધાયા છે તેમાં નેપ્ચ્યુન જેવા ગ્રહો પણ છે. આ સિવાય ગુરુ જેવા વિશાળ ગેસવાળા ગ્રહો પણ છે. આ સિવાય વૈજ્ઞાનિકોએ એવા ગ્રહો પણ શોધી કાઢ્યા છે, જે બિલકુલ પૃથ્વી જેવા છે. જો કે, અત્યાર સુધીની નવીનતમ શોધ ગેસયુક્ત ગ્રહની છે, જેને 'હોટ જ્યુપિટર' કહેવામાં આવે છે. આવો ગ્રહ હજુ સુધી શોધાયો ન હતો.

3 / 6
ખગોળશાસ્ત્રીઓએ વર્ષોથી ઘણા હોટ જ્યુપિટરની શોધ કરી છે. તેઓ આપણા સૌરમંડળમાં હાજર જ્યુપિટર જેવા જ છે. જો કે, તેઓ 10 દિવસથી ઓછા સમયમાં તેમના તારાની પરિક્રમા કરે છે. તાજેતરમાં શોધાયેલ ગ્રહને 'અલ્ટ્રાહોટ જ્યુપિટર' કહેવામાં આવે છે કારણ કે ગ્રહની સપાટીનું તાપમાન 3300 °C કરતાં વધુ છે. આ એક નાના તારા જેટલું જ તાપમાન છે.

4 / 6
વૈજ્ઞાનિકોએ ગ્રહનું નામ TOI-2109b રાખ્યું છે અને આ અત્યાર સુધી શોધાયેલો ગ્રહમાં બીજો સૌથી ગરમ ગ્રહ છે. આ ગ્રહ રસપ્રદ છે કારણ કે તે 16 કલાકમાં પોતાના તારાની ફરતે પરિક્રમા પૂર્ણ કરે છે. આનો અર્થ એ છે કે આ ગ્રહ પર એક વર્ષ પૃથ્વી એક સામાન્ય દિવસ કરતાં પણ ઓછું છે.

5 / 6
MIT-ની આગેવાની હેઠળના મિશને નાસાના ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) દ્વારા અલ્ટ્રાહોટ ગ્રહની શોધ કરી છે. આ શોધ એસ્ટ્રોનોમિકલ જર્નલમાં પ્રકાશિત થઈ હતી. શોધ વિશેની માહિતી આ પેપરમાં આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી બાકીની શોધની માહિતી પણ આપવામાં આવી છે.

6 / 6
આ શોધના મુખ્ય લેખક ઈયાન વોંગ કહે છે કે આ ગ્રહ એક-બે વર્ષમાં તેના તારાની નજીક કેવી રીતે જઈ રહ્યો છે તેની માહિતી આપી શકીશું. જો કે, વોંગ કહે છે કે અમે તેને અમારા જીવનકાળમાં અમારા સ્ટાર સાથે ટકરાતા જોઈશું નહીં.

Next Photo Gallery