Youtube female gamer : દેશની યુટ્યુબ મહિલા ગેમર પાયલ ધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ભિલાઈથી શિક્ષણ કર્યું પૂર્ણ

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક ભારતીય ઓનલાઈન ગેમર્સને મળ્યા હતા. પાયલ ધારે પણ ઓનલાઈન ગેમર્સમાં સામેલ છે જેઓ વડાપ્રધાનને મળ્યા હતા. તે મૂળ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના નાના ગામ ઉમરાનાલાની રહેવાસી છે. હાલ મુંબઈમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પાયલ ધારે ફોલોઅર્સની સંખ્યા 31 લાખ છે.

Youtube female gamer  : દેશની યુટ્યુબ મહિલા ગેમર પાયલ ધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ભિલાઈથી શિક્ષણ કર્યું પૂર્ણ
Youtube female gamer
Follow Us:
| Updated on: Apr 13, 2024 | 12:13 PM

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક ભારતીય ઓનલાઈન ગેમર્સને મળ્યા હતા. પાયલ ધારે પણ ઓનલાઈન ગેમર્સમાં સામેલ છે જેઓ વડાપ્રધાનને મળ્યા હતા. ભિલાઈની રૂંગટા કોલેજમાં અભ્યાસ કરનારી પાયલ ધારે દેશની એકમાત્ર ઓનલાઈન મહિલા ગેમર છે.

પાયલ ધારે ભિલાઈમાં તેના નાના-નાનીના ઘરે રહેતી હતી. પાયલના મામાનું નામ આશિષ ચૌધરી છે. તે મૂળ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના નાના ગામ ઉમરાનાલાની રહેવાસી છે. હાલ મુંબઈમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પાયલ ધારના ફોલોઅર્સની સંખ્યા 31 લાખ છે.

ઓનલાઈન ગેમર પાયલ ધારે PM Modiને મળી

યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 37 લાખ છે. ઓનલાઈન ગેમર પાયલ ધારે ઉપરાંત જેઓ વડાપ્રધાનને મળ્યા તેમાં નમન માથુર, અનિમેષ અગ્રવાલ, મિથિલેશ પાટણકર, અંશુ બિષ્ટ, તીર્થ મહેતા અને ગણેશ ગંગાધર પણ સામેલ હતા. આ એવા લોકો છે જેઓ ઈ-સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

ઈન્ટરનેટ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ સારી છે. આ લોકોને મળીને વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઉદ્યોગ સામેના પડકારો, ગેમિંગ અને જુગાર વચ્ચેનો તફાવત અને અન્ય વિષયો પર ચર્ચા કરી હતી. આ મીટિંગનો એક ટીઝર વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને આ ખેલાડીઓ વચ્ચેની ચર્ચાનો સંપૂર્ણ વીડિયો 13 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

પાયલે 2019માં યુટ્યુબ ચેનલ બનાવી હતી

પોતાના કરિયર વિશે પાયલે જણાવ્યું કે, હું ભિલાઈમાં અભ્યાસ કરતી હતી. આ મારું એન્જિનિયરિંગ કોલેજનું પ્રથમ વર્ષ હતું. બધું નવું હતું. મારા એક મિત્રએ મને PUBG ગેમનો પરિચય કરાવ્યો. ધીરે ધીરે હું કેટલાક પ્રખ્યાત ગેમર્સ અને YouTube કન્ટેનેટ ક્રિએટર્સને મળી. વર્ષ 2019માં મેં પાયલ ગેમિંગ નામની YouTube ચેનલ બનાવી. પરંતુ અગાઉ ગેમિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોખમી વિકલ્પ લાગતું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">