ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું છે હાનિકારક ! સરકારે જાહેર કરી એડવાઈઝરી, જુઓ video
કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવાનું ટાળવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે.
દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ (લૂ) દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું હતું.
આલ્કોહોલ પીવાથી પણ દૂર રહેવા માટે સરકારે લોકોને અપીલ કરી છે. આ સિવાય કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) પીવાનું પણ ટાળવા જણાવ્યું છે. ત્યારે આ દરમિયાન ગરમીને લઈને શું કરવું તેને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.
ગરમીમાં ચા, કોફીના સેવનને લઈને સરકારે લોકોને ચેતવ્યા
સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઉનાળામાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ આ પીણાં પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન (પાણીની ઉણપ) થઈ શકે છે. ત્યારે ગરમીના આ સમયગાળામાં હાઈ પ્રોટીન ફૂડ ન ખાવાની સલાહ આપવામાં આવી છે. તેમજ સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો. ઘરમાં ભોજન બનાવતી વખતે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો.
Stay cool and protected from the #HeatWave☀️
Here are some essential measures to keep you comfortable during scorching heat!#BeatTheHeat @MoHFW_INDIA @ndmaindia @MIB_India pic.twitter.com/MyIobDOgOP
— PIB India (@PIB_India) April 16, 2024
બપોરે ઘરની બહાર જવાનું ટાળો
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર, હીટસ્ટ્રોકની અસરોથી બચવા માટે બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળો. ગરમી દરમિયાન સફેદ રંગના સુતરાઉ કપડા પહેલો જે ગરમીમાં રાહત આપશે
આટલુ કરવાથી ગરમીમાં મળશે રાહત
- પૂરતું પાણી પીઓ. જો તમને તરસ ન લાગે તો પણ શક્ય તેટલી વાર પાણી પીવો.
- સફેદ કે હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો.
- તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, છત્રી/ટોપી, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરો.
- જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળો. મુસાફરી દરમિયાન પાણી સાથે રાખો.
- આલ્કોહોલ, ચા, કોફી અને ઠંડા પીણા પીવાનું ટાળો.
- હાઈ પ્રોટિન ખોરાક લો અને વાસી ખોરાક ન ખાઓ.
- જો તમે બહાર કામ કરો છો, તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો અને તમારા માથા અને ચહેરાને હળવા સુતરાઉ કપડાથી ઢાંકો.
- જો તમે થાક, અસ્વસ્થ અથવા બીમાર અનુભવો છો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
- ઓઆરએસ, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, લીંબુનું શરબત, છાશ વગેરેનો ઉપયોગ કરો જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
- તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડ્સનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો.
- પંખાનો ઉપયોગ કરો, ઠંડા પાણીથી સ્નાન કરો.