વર્લ્ડ કપ 2023: 370 દિવસ પહેલા પેટ કમિન્સનો એ કઠીન નિર્ણય, સવા 7 કરોડ રૂપિયા છોડી ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન
વર્લ્ડ કપ 2023: પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ બાદ પેટ કમિન્સનું એક ટ્વીટ ઘણુ વાયરલ થઈ રહ્યુ છે. નવેમ્બર 2022ના એ ટ્વીટમાં કમિન્સે એક કઠીણ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. વાંચો શું હતો એ નિર્ણય અને શા માટે કમિન્સે કરી હતી એ જાહેરાત
જિંદગીમાં એવા ઘણા પડાવ આવે છે જ્યારે આપને કઠીન નિર્ણય લેવા પડે છે. એ સમયે એ નિર્ણય મુશ્કેલ જરૂર લાગે છે પરંતુ આગળ જતા તમારી જિંદગી બદલી શકે છે. આવુ જ કંઈક ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સાથે થયુ છે. 15 નવેમ્બર 2022 કમિન્સે તેના માટે એક ઘણો કઠિન નિર્ણય લીધો હતો. જેનો ફાયદો તેને 370 દિવસ બાદ મળ્યો છે. તેમની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતી છે.
કમિન્સે છોડી હતી આઈપીએલ
આઈપીએલ 2022માં પેટ કમિન્સ કેકેઆરનો હિસ્સો હતા. બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ પરંતુ 15 નવેમ્બર 2022એ કમિન્સે ટ્વીટ કર્યુ કે તે આઈપીએલ 2023 નહીં રમે. આઈપીએલની એક સિઝનમાં રમવા માટે કમિન્સને 7.25 કરોડ રૂપિયા મળતા હતા. જે કમિન્સે જતા કર્યા. કમિન્સે ટ્વીટ કરી જણાવ્યુ. “મે આવતા વર્ષે આઈપીએલ છોડવાનો ઘણો મુશ્કેલ નિર્ણય કર્યો છે. ઈન્ટરનેશનલ શેડ્યુલ આગામી 12 મહિના માટે ટેસ્ટ અને વન ડેથી ભરેલુ છે. આથી એશીઝ સિરિઝ અને વિશ્વ કપ પહેલા થોડો આરામ કરવામાં આવશે”
I’ve made the difficult decision to miss next years IPL. The international schedule is packed with Tests and ODI’s for the next 12 months, so will take some rest ahead of an Ashes series and World Cup. pic.twitter.com/Iu0dF73zOW
— Pat Cummins (@patcummins30) November 14, 2022
આઈપીએલ બાદ બન્યા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન
આઈપીએલના તુરંત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાઈ હતી. જેમા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર હતી. લંડનના ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ આ ચેમ્પિયનશીપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો. એ ચેમ્પિયનશીપ સમયે પણ કમિન્સ જ કેપ્ટન હતા. ત્યારબાદ એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડમાં જઈ 2-2થી ડ્રો રમી અને ટ્રોફીને રિલે કરી.
વર્લ્ડ કપનો ખિતાબ પણ કર્યો પોતાને નામ
પેટ કમિન્સની કેપ્ટન્સીમાં હવે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ જ્યારે ભારત સામે 2 વિકેટ ઝટકી. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ફક્ત 14 બોલમાં 37 રન પણ કર્યા હતા. અફઘાનિસ્તાન સામે મુશ્કેલ પરિસ્થિતિમાં 68 બોલ ક્રીઝ પર ટકી રહ્યા. સેમિફાઈનલમાં પણ અણનમ 14 રન બનાવી ટીમને જીત અપાવી હતી.