Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીતના ગુમાનમાં છકી ગયા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ! મિચેલ માર્શની વર્લ્ડકપ ટ્રોફી પર પગ મુકી આરામ ફરમાવતી તસ્વીરો વાયરલ- વીડિયો

અમદાવાદ: જીતના મદમાં છકી ગયેલી ઓસ્ટ્રેલિયાની ટીમના ક્રિકેટર વિવેકભાન પણ ભૂલી ગયા છે. વર્લ્ડ કપ જીત્યા બાદની મિચેલ માર્શની એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમા તે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મુકી આરામ ફરમાવી રહ્યો છે. જીતના મદમાં ગુમાની બનેલા મિચેલ માર્શને સોશિયલ મીડિયા પર તેની આ હરકત બદલ ટ્રોલ થઈ રહ્યો છે.

Follow Us:
| Updated on: Nov 20, 2023 | 7:46 PM

ICC વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમનો ફરી એકવાર ઘમંડ સામે આવ્યો છે. વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમનું ફરી એકવાર જીતના ગુમાનમાં છકી ગયેલી જોવા મળી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ જે તસ્વીરો સામે આવી છે તે જ દર્શાવે છે કે એ જીત તેમના માથા પર ચડી ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ તસ્વીરમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મુકીને આરામ ફરમાવતો જોઈ શકાય છે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપ તો જીતી ગઈ પરંતુ વિનમ્રતા ભૂલી ગઈ.

વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મુકવાની મિચેલ માર્શની તસ્વીર વાયરલ, થયો ટ્રોલ

એભારત માટે ક્રિકેટ એક ધર્મની જેમ જોવામાં આવે છે. અહીં ક્રિકેટરને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ભારત માટે વર્લ્ડ કપ જીતવો એ માત્ર એક જીત નથી એક ઈમોશન છે. ટ્રોફીનું માન ન જાળવી શકનાર મિચેલ માર્શ પર સોશિયલ મીડિયામાં ગુસ્સો ફુટી રહ્યો છે. આ તસ્વીર સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિચેલ માર્શ ભારે ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સ તો એવી પણ માગ કરી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ મિચેલ માર્શ સામે કાર્યવાહી કરે.

આ પણ વાંચો: વર્લ્ડ કપમાં હાર બાદ નિરાશ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં મળ્યા પીએમ મોદી, ગળે લગાવી આપી સાંત્વના

Plant In Pot : લવંડરના છોડને ઘરે સરળ ટીપ્સથી ઉગાડો
આ રીતે જીરું ખાવાનું શરૂ કરો, તમારું પેટ સ્વસ્થ રહેશે
'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?
લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં

2006માં ચેમ્પિયન્સ ટ્રોફી સેરેમની વખતે શરદ પવારને પોન્ટિંગે માર્યો હતો ધક્કો

એક તરફ ટીમ ઈન્ડિયા છે જે 1983માં વર્લ્ડ કપ જીતી ત્યારે તત્કાલિન કેપ્ટન કપિલ દેવે એ ટ્રોફીને માતા પર મુકીને સન્માન આપ્યુ હતુ. આ પહેલીવાર નથી કે ઓસ્ટ્રેલિયન ટીમે આ પ્રકારે ઉદ્ધતાઈ કરી હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આજથી 17 વર્ષ પહેલા 2006માં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે રિકી શરદ પવાર ટ્રોફી આપવા માટે ગયા હતા એ સમયે રિકી પોન્ટિંગે શરદ પવારને ધક્કો મારી હટી જવા કહ્યુ હતુ, જેનુ ક્રિકેટ જગત સાક્ષી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">