કોલાર ગોલ્ડ ફિલ્ડ શું છે ? જેના પર બની છે KGF ફિલ્મ, જાણો તેની અસલી કહાની

સાઉથ સ્ટાર યશની ફિલ્મ KGF એ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. KGF ફિલ્મ વિશે તો લગભગ બધા જાણતા જ હશે, પરંતુ KGFની અસલી કહાની વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ત્યારે આ લેખમાં અમે તમને KGF એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ શું છે ? તે હાલ કેમ ચર્ચામાં છે અને KGFથી અંગ્રેજોએ કેવી રીતે કમાણી કરી તેના વિશે જાણીશું.

કોલાર ગોલ્ડ ફિલ્ડ શું છે ? જેના પર બની છે KGF ફિલ્મ, જાણો તેની અસલી કહાની
KGF
Follow Us:
| Updated on: Jul 13, 2024 | 4:20 PM

સાઉથ સ્ટાર યશની ફિલ્મ KGF વિશે બધા જાણે છે, આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેણે લોકોનું ધ્યાન ખેચ્યું હતું, પરંતુ ઘણા લોકો એવા હશે જેમને KGFની અસલી કહાની વિશે ખબર નહીં હોય. આ ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટનાઓ પર આધારિત છે. ત્યારે આ લેખમાં અમે તમને KGF એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ શું છે ? તે હાલ કેમ ચર્ચામાં છે અને KGFથી અંગ્રેજોએ કેવી રીતે કમાણી કરી તેના વિશે જાણીશું.

કોલાર ગોલ્ડ ફિલ્ડ શું છે ?

KGF એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્ડ કર્ણાટકના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલ છે. કોલાર ગોલ્ડ ફિલ્ડની ખાણ દક્ષિણ કોલાર જિલ્લાના મુખ્ય મથકથી 30 કિલોમીટર દૂર રોબર્ટસનપેટ તાલુકામાં છે. આ KGF ટાઉનશિપ બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવે પર બેંગલુરુથી 100 કિલોમીટર પૂર્વમાં આવેલી છે. અંગ્રેજોના સમયમાં આ સ્થળ સોનાના ઉત્પાદન માટે ખૂબ જ પ્રખ્યાત હતું.

કોલાર ગોલ્ડ ફિલ્ડનો ઇતિહાસ

1871માં ન્યુઝીલેન્ડથી ભારત આવેલા બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવલીએ બેંગલુરુમાં પોતાનું ઘર બનાવ્યું હતું. તેની પાછળનું કારણ હતું કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ. 1804માં એશિયાટિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવલીએ કોલારમાં મળેલા સોના વિશે વાંચ્યું હતું. જે પછી કોલારમાં તેની રુચિ વધી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટીપુ સુલતાનના નિધન પછી અંગ્રેજોએ કોલાર પર કર્યો કબજો

આ અંગે સંશોધન કરતા માઈકલ ફિટ્ઝગેરાલ્ડને બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જોન વોરેનનો એક લેખ મળ્યો. લેફ્ટનન્ટ જ્હોન વોરેનના એક જૂના અહેવાલમાં કોલારમાં સોનાના સંભવિત ભંડાર વિશે વાત કરવામાં આવી હતી. લેવલીની માહિતી અનુસાર, તત્કાલિન શાસક ટીપુ સુલતાન 1799માં અંગ્રેજો સાથેના શ્રીરંગપટનાના યુદ્ધમાં માર્યા ગયા હતા અને કોલારની ખાણો પર કબજો કરી લીધો હતો.

અંગ્રેજોએ ટીપુના પ્રદેશોને મૈસુર રજવાડાને સોંપવાનું નક્કી કર્યું, પરંતુ આ માટે જમીનનું સર્વેક્ષણ કરવું જરૂરી હતું અને સર્વેના બહાને અંગ્રેજોએ કોલારની જમીન પોતાના માટે રાખી લીધી.

KGFમાં લોકો હાથથી જમીન ખોદીને સોનું કાઢતા હતા

બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જ્હોન વોરેને ચોલ વંશના સમયમાં હાથ વડે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સમાંથી સોનું કાઢવાની વાત સાંભળી હતી. ઈતિહાસકારોના મતે ચોલ સામ્રાજ્યમાં લોકો હાથથી જમીન ખોદીને સોનું કાઢતા હતા. આ બાબતોથી પ્રેરિત થઈને જોન વોરેને જાહેરાત કરી કે જે કોઈ આ ખાણમાંથી સોનું કાઢશે તેને ઈનામ આપવામાં આવશે.

જોન વોરેનના ઈનામની વાત સાંભળીને ગામલોકો તેની પાસે KGFની માટી ભરેલી બળદગાડી લઈને લાવ્યા. જ્યારે ગ્રામવાસીઓએ વોરેનની સામે પાણીથી માટી દૂર કરી ત્યારે તેમને તેમાં સોનાના નિશાન મળ્યા.

કોલારની માટીમાંથી સોનું કાઢવામાં આવ્યું

જ્હોન વોરેન હજી પણ માનતો ન હતો, તેથી તેણે પોતાના સ્તરે સમગ્ર મામલાની તપાસ કરાવી. જે પછી વોરેને નક્કી કર્યું કે 120 પાઉન્ડ અથવા 56 કિલોગ્રામ માટીમાંથી સારી એવી માત્રામાં સોનું કાઢી શકાય છે. જોન વોરેને કહ્યું હતું કે ગામ લોકોની વિશેષ કુશળતાથી આ માટીમાંથી વધુ સોનું કાઢી શકાયું હોત.

વોરેનના આ અહેવાલ પછી કોલાર વિસ્તારમાં 1804 અને 1860 વચ્ચે ઘણા સંશોધનો કરવામાં આવ્યા હતા, જેમાં કોઈ ખાસ ફાયદો થયો ન હતો. જે બાદ ત્યાં ખોદકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વોરેનનો આ અહેવાલ વાંચીને ન્યુઝીલેન્ડથી ભારત આવેલા બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવલી ઉત્સાહિત થઈ ગયા અને બેંગલુરુમાં જ રહેવાનું નક્કી કર્યું.

કોલારમાં ફરીથી ખોદકામ શરૂ થયું

ન્યુઝીલેન્ડથી ભારત આવેલા બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવેલીએ 1871માં કોલાર સુધી 60 માઈલ સુધી બળદગાડીથી યાત્રા કરી હતી. તેમની તપાસ દરમિયાન તેમણે ખાણકામ માટેના ઘણા સંભવિત સ્થળોની ઓળખ કરી અને સોનાના ભંડારના નિશાન શોધવામાં પણ સફળતા મેળવી. બે વર્ષ કરતા વધુ સંશોધન પછી 1873માં લેવલીએ મૈસુરના મહારાજાની સરકારને કોલારમાં ખોદકામ કરવા માટે લાયસન્સ માંગતો પત્ર લખ્યો. 2 ફેબ્રુઆરી 1875ના રોજ, લેવેલીનને ભારતમાં આધુનિક ખનન યુગની શરૂઆત તરીકે 20 વર્ષ માટે કોલારમાં ખોદકામનું લાયસન્સ મળ્યું.

KGF વીજળી મેળવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું

જ્યારે લેવલીએ કોલારમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને લાગ્યું કે ત્યાં વીજળીની ખૂબ જ જરૂર છે. કોલાર ગોલ્ડ ફિલ્ડની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્યાંથી 130 કિલોમીટર દૂર કાવેરી પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું. જે પછી KGF વીજળી મેળવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું. એટલું જ નહીં તે જાપાન પછી એશિયાનો બીજો સૌથી મોટો કાવેરી પાવર પ્લાન્ટ છે. સોનાની ખાણને કારણે કેજીએફને બેંગલુરુ અને મૈસૂર કરતાં વધુ પ્રાધાન્ય મળવા લાગ્યું.

વીજળી પછી ત્યાંનું કામ બમણું થવા લાગ્યું. પરિણામે, વર્ષ 1902માં KGF એ ભારતનું 95 ટકા સોનું કાઢ્યું. 1905 સુધીમાં ભારત સોનાની ખાણમાં વિશ્વમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું.

KGF થોડા જ સમયમાં મિની ઈંગ્લેન્ડ બની ગયું

KGFમાં સોનું મળ્યા પછી તે વિસ્તાર અંગ્રેજોને ખૂબ જ પસંદ આવ્યો. લોકો કેજીએફને મિની ઈંગ્લેન્ડ પણ ગણાવતા હતા. કેજીએફની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અંગ્રેજોએ ત્યાં એક તળાવ પણ બનાવ્યું હતું. વર્ષ 1930માં આ કેજીએફમાં 30 હજાર મજૂરો કામ કરતા હતા.

KGFમાં 121 વર્ષ સુધી ખનન, 900 ટન સોનું કાઢવામાં આવ્યું

ભારત આઝાદ થયા પછી સરકારે KGFને પોતાના અધિકારક્ષેત્રમાં લઈ લીધું અને આ ખાણનું 1956માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1970 માં ભારત સરકારની ભારત ગોલ્ડ માઇન્સ લિમિટેડ કંપનીએ ત્યાં તેનું કામ શરૂ કર્યું. પરંતુ 1979 પછી તેમને નુકસાન થવાનું શરૂ થયું, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ તેમના કામદારોનો પગાર પણ ચૂકવી શક્યા નહીં. જે બાદ વર્ષ 2001માં ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ કંપનીએ ત્યાં સોનાનું ખનન બંધ કરી દીધું હતું. ત્યારથી આ જગ્યા આ રીતે જ પડી રહી છે.

KGFમાં 121 વર્ષ સુધી ખનન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 121 વર્ષમાં ત્યાંથી 900 ટનથી વધુ સોનું કાઢવામાં આવ્યું છે.

KGF ફરી કેમ ચર્ચામાં ?

કર્ણાટક સરકારે તાજેતરમાં ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ (BGML) દ્વારા કોલાર ગોલ્ડ ફિલ્ડ્સમાં એક હજાર એકરમાં ફેલાયેલી સોનાની ખાણો અને 13 ટેલિંગ ડમ્પની હરાજી ફરીથી શરૂ કરવાના કેન્દ્રના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. KGFમાં આવેલી ખાણો BGMLની ​​માલિકીની છે. KGFમાં 13 ટેલિંગ ડમ્પમાં 33 મિલિયન ટન ટેલિંગ હોવાનો અંદાજ છે. એક અંદાજ મુજબ પ્રોસેસિંગ બાદ એક ટન ડમ્પમાંથી એક ગ્રામ સોનું મળે છે.

અગાઉ 2016માં પણ સરકાર દ્વારા કોલાર ગોલ્ડ ફિલ્ડને ફરીથી શરૂ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા અને ટેન્ડર બહાર પાડવાની પ્રોસેસ પણ કરવામાં આવી હતી. જો કે, આ વખતે કર્ણાટક અને કેન્દ્ર સરકાર બંને KGF ફરીથી શરૂ કરવા માટે સહમત છે. કોલાર ખાણ ફરીથી શરૂ થતાં KGFમાં મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે. આ ઉપરાંત ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવતા સોનામાં પણ ઘટાડો થશે.

આ પણ વાંચો ઇસ્લામ પહેલા મક્કા પર કોનું હતું શાસન ? જાણો મુસ્લિમોના કબજામાં ક્યારે આવ્યું

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">