ડ્રાઈવર વિના 70 કિલોમીટર સુધી પાટા પર દોડી ટ્રેન, મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

જમ્મુના કઠુઆમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે સવારે માલસામાન ભરેલી માલગાડી ડ્રાઈવર વગર રેલવે ટ્રેક પર દોડવા લાગી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે હેન્ડબ્રેક ન લગાવવાના કારણે આ ઘટના બની અને જ્યારે ટ્રેન આગળ વધવા લાગી ત્યારે ડ્રાઈવર ટ્રેનની નજીક હાજર ન હતો. બાદમાં ટ્રેનને 70 કિલોમીટર દૂર દસુહા ખાતે રોકવામાં આવી હતી.

ડ્રાઈવર વિના 70 કિલોમીટર સુધી પાટા પર દોડી ટ્રેન, મોટી દુર્ઘટના ટળી, જુઓ Video
Follow Us:
| Updated on: Feb 25, 2024 | 1:43 PM

આજે સવારે જ્યારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે જમ્મુમાં એક આશ્ચર્યજનક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુના કઠુઆમાં, એક માલસામાન ટ્રેન રેલવે ટ્રેક પર જોરદાર સ્પીડથી દોડવા લાગી હતી, પરંતુ લોકોને જ્યારે ખબર પડી કે આ ટ્રેન પોતાની રીતે દોડી રહી છે ત્યારે આ ટ્રેનમાં કોઈ ડ્રાઈવર નહોતો. આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા અને ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો.

આજે સવારે એટલે કે 25મી ફેબ્રુઆરીના રોજ સવારે 8.47 વાગ્યે ક્રશરથી ભરેલી એક માલગાડી જમ્મુના કઠુઆ સ્ટેશનથી પંજાબના હોશિયારપુર તરફ ઝડપથી દોડવા લાગી હતી. ટ્રેનમાં કોઈ ડ્રાઈવર હાજર નહોતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓએ આ ટ્રેનને રોકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઢોળાવ વાળા રૂટને કારણે ટ્રેને ખૂબ જ સ્પીડ પકડી લીધી હતી, જેના કારણે ચારેબાજુ અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અધિકારીઓએ ટ્રેન નંબર સાથે દરેક જગ્યાએ જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન નંબર 14806 કઠુઆ તરફથી આવી રહી છે.

દસુયામાં ટ્રેન રોકવામાં આવી હતી

અધિકારીઓ ટ્રેનના રૂટ પર સતત અપડેટ આપી રહ્યા હતા, જેના કારણે કઠુઆથી લગભગ 70 કિલોમીટર દૂર હોશિયારપુરના દસુહામાં ટ્રેનને ઘણી મહેનત પછી રોકી દેવામાં આવી હતી. રેલવે કર્મચારીઓએ દસુહા ખાતે રેલવે ટ્રેક પર લાકડાના બ્લોક મૂકીને ટ્રેનને રોકવામાં સફળતા મેળવી હતી.

હેન્ડબ્રેક ન લગાવવાથી બની ઘટના

ટ્રેનના ડ્રાઈવરે જણાવ્યું કે તે હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો અને ક્યાંક ચાલ્યો ગયો હતો, ત્યારબાદ ઢાળને કારણે ટ્રેન આપમેળે પાટા પર ચાલવા લાગી હતી. તેણે કહ્યું કે જ્યારે ટ્રેન ચાલવા લાગી ત્યારે તે ત્યાં હાજર ન હતો. જો કે હાલ આ ઘટનામાં કોઈને કોઈ નુકસાન થયું નથી. ડ્રાઇવરને કારણ બતાવવા છતાં, આ ઘટના ખરેખર કેવી રીતે બની તેની તપાસ કરવા ફિરોઝપુરથી ટીમ જમ્મુ પહોંચી રહી છે.

આ પણ વાંચો: ભારતમાં બની રહ્યું છે સાઉન્ડ પ્રૂફ રેલવે સ્ટેશન, બહાર નહીં નીકળે ટ્રેનનો અવાજ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">