60 જેટલા હાથીનું ઝુંડ ટ્રેનની ટક્કરથી બચ્યું, લોકો પાયલટની અક્કલનો વીડિયો વાયરલ

60 જેટલા હાથીનું ઝુંડ ટ્રેનની ટક્કરથી બચ્યું, લોકો પાયલટની અક્કલનો વીડિયો વાયરલ

| Updated on: Oct 19, 2024 | 11:20 AM

ટ્રેનના લોકો પાયલોટની બુદ્ધિમત્તાએ હાથીઓના ટોળાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધા. કોલકાતાથી આસામ જઈ રહેલી કામરૂપ એક્સપ્રેસના બંને લોકો પાઈલટે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા 60થી વધુ જંગલી હાથીઓને સતર્કતાથી બચાવ્યા, જેનો વીડિયો વાયરલ થયો છે.

આજે દેશભરમાં લોકો પાયલટની ડહાપણ અને સતર્કતાની ચર્ચા થઈ રહી છે. લોકો પાયલટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા હાથીઓના ટોળાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધા હતા.

આ ઘટના 16 ઓક્ટોબરે બની હતી, જ્યારે ટ્રેન નંબર 15959 કામરૂપ એક્સપ્રેસના લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવીને 60થી વધુ જંગલી હાથીઓને બચાવ્યા હતા.

લોકો પાયલોટ જેડી દાસ અને સહાયક ઉમેશ કુમારે હાથીઓના ટોળાને હબીપુર અને લમસાખાંગ વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરતા જોયા. તેની સતર્કતા તેમજ તેની શાણપણ બતાવતા તેણે ઇમરજન્સી બ્રેક લગાવીને હાથીઓના ટોળાને બચાવ્યો. જુઓ વિડિયો…

g clip-path="url(#clip0_868_265)">