આતંકવાદી સંગઠન ‘SIMI’ ને લઈ મોદી સરકાર એક્શનમાં, 5 વર્ષ માટે લંબાવ્યો પ્રતિબંધ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે SIMI હજુ પણ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે અને સંગઠન તેના કાર્યકરોને ફરીથી ગોઠવવામાં વ્યસ્ત છે, જેઓ ફરાર છે.

આતંકવાદી સંગઠન 'SIMI' ને લઈ મોદી સરકાર એક્શનમાં, 5 વર્ષ માટે લંબાવ્યો પ્રતિબંધ
Follow Us:
| Updated on: Jan 29, 2024 | 11:15 PM

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે દેશમાં સતત આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના આરોપસર આતંકવાદી જૂથ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો છે.

SIMI પર UAPA હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારે 2001થી SIMI પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારથી દર વખતે પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે સોશિયલ મીડિયા ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો ટોલરન્સ વિઝનને મજબૂત બનાવતા, SIMI પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વાજપેયી સરકાર દ્વારા simi પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

આગામી 5 વર્ષ માટે ‘કાયદા વિરુદ્ધ સંગઠન’ જાહેર કર્યું. 2001માં વાજપેયી સરકાર દ્વારા simi પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર 5 વર્ષે લંબાવવામાં આવે છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019 ના રોજ લાદવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સિમ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.”

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

સુરક્ષાને નુકસાન પહોંચાડવા પ્રવૃત્તિ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે SIMI હજુ પણ તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે અને સંગઠન તેના કાર્યકરોને ફરીથી ગોઠવવામાં વ્યસ્ત છે, જેઓ ફરાર છે. નોટિફિકેશન મુજબ, આ સંગઠન સાંપ્રદાયિકતા, વિસંગતતા પેદા કરવા, રાષ્ટ્રવિરોધી ભાવનાઓને ઉશ્કેરવા, ઉગ્રવાદને ટેકો આપવા અને દેશની અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવા તેમજ બિનસાંપ્રદાયિક માળખાને નુકસાન પહોંચાડવાના હેતુથી હાનિકારક પ્રવૃત્તિઓ કરી રહી છે.

આતંકવાદી સંગઠન SIMIની રચના એપ્રિલ 1977માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થઈ હતી. સંસ્થાની પ્રવૃત્તિઓ શરૂઆતથી જ સમાચારોમાં રહી છે. ભારત સરકારે 2001માં તેને આતંકવાદી સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">